ટોચની કંપનીઓ યૂઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે લઈ રહી છે આ પગલા

23 February, 2019 11:00 AM IST  | 

ટોચની કંપનીઓ યૂઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે લઈ રહી છે આ પગલા

ડેટાને સુરક્ષિત રાખવા માટે કંપનીઓ કરી રહી છે પ્રયાસો

છેલ્લા કેટલાક વર્ષોથી સામાન્ય નાગરિકો સાથે જ દેશની કેટલીક સરકારી સંસ્થાઓને પણ ડેટા લીક થવાના કારણે નુકસાન ઉઠાવવું પડ્યું છે. ગૂગલ, એમેઝોન અને ફેસબુક સહિત તમામ ટેક્નોલૉજી કંપનીઓ પોતાને ડેટાના હેકર્સ બચાવવા માટે અનેક મહત્વના પગલાઓ ઉઠાવી રહી છે. આ કંપનીઓ કંઝ્યૂમરની સાથે સાથે પોતાનો ક્રિટિકલ ડેટાને મોટા ડેટા સેન્ટરમાં ગ્લોબલી સ્ટોર કરે છે. જેને મોટા પ્રમાણમાં થતા સાઈબર હુમલાથી બચાવવો મોટો પડકાર છે. હાલમાં જ માઈક્રોસૉફ્ટે એક શિપિંગ કન્ટેનર સાઈઝનું ડેટા સેન્ટર સ્કોટલેન્ડના કોસ્ટર એરિયામાં સ્થાપિત કર્યું છે. જેનાથી સ્કૉટલેન્ડની કોસ્ટલ કમ્યુનિટીને સુરક્ષિત અને સુવિધાજનક ઈન્ટરનેટની સુવિધા મળશે.

કોઈ પણ IT કંપની માટે ડેટા સેન્ટર એક કેન્દ્ર બિંદુ હોય છે જ્યાં કંપનીઓ ડાટા ઑપરેશન અને સાધનો સ્ટોર કરે છે. જેના કારણે આ ડેટા સેન્ટર પર સાયબર હુમલાની સંભાવના સૌથી વધુ રહે છે. સામાન્ય રીતે યૂઝર્સના ડેટાનું બેકએપ ઑટોમેટિકલી લેવામાં આવી છે. તેના ફિઝિકલ અટેક કરતા સાયબર અટેકની સંભાવના વધારે હોય છે.

આ પણ વાંચોઃ Vivo V15 Pro Review: 48MP કેમેરો અને સુપરફાસ્ટ ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ

દુનિયાની જાણીતી કંપની Googleએ પોતાના ડેટા સેન્ટર માટે અલગથી એક કસ્ટમ સર્વરનું નિર્માણ કર્યું છે. સાથે જ આ ડેટાને બહાર વેચવો અસંભવ છે. સાથે જ ફેસબુક અને એમેઝોન પણ પોતાનો ડેટા સાચવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

google amazon facebook