ફોલ્ડેબલ નોટબુક

13 November, 2012 06:28 AM IST  | 

ફોલ્ડેબલ નોટબુક

નિલ્સ વૅન હુફ નામના એક ડિઝાઇનરની ઊપજ એવો આ કૉન્સેપ્ટ સુપર થિન ગણાઈ રહ્યો છે. એની સ્ક્રીન તો પાતળી છે જ, પરંતુ એને ત્રણ ફોલ્ડમાં ફોલ્ડ કરવાને લીધે એ સાઇઝમાં પણ કૉમ્પેક્ટ બની જાય છે. આ લૅપટૉપની સ્ક્રીન પણ ઓએલઈડી છે જે ફોલ્ડ હોવા છતાં ઓપન કર્યા બાદ આખી જ દેખાય છે. જમણી બાજુએ એક માઉસ પણ છે જેને એ રીતે ઢાંકી દેવામાં આવ્યું છે કે નોટબુક બંધ કર્યા બાદ એ દેખાતું નથી.