હવે ઉડશે તમારી કાર, બુકિંગ થઈ ચૂક્યું છે શરૂ

31 December, 2018 10:29 AM IST  | 

હવે ઉડશે તમારી કાર, બુકિંગ થઈ ચૂક્યું છે શરૂ

ફ્લાઈંગ કાર

ડચ કંપનીએ કરી તૈયાર

ભવિષ્યને ધ્યાનમાં રાખીને PAL-V નામની એક કાર તૈયાર કરાઈ છે. આ કારની ખાસિયત એ છે કે આ માત્ર 10 જ મિનિટમાં ડ્રાઈવિંગ મોડમાંથી ફ્લાઈંગ મોડમાં આવી જાય છે. અર્થાત્ જો તમે કામે જતી વખતે ટ્રાફિક જામમાં અટકી જાઓ તો ચિંતા કરવાની જરૂર નથી. PAL-V માત્ર 10 મિનિટની અંદર એક નાનકડાં હેલિકૉપ્ટરમાં ફેરવાઈ જશે અને તમને ટ્રાફિક જામની ઉપરથી ઉડાડીને ઑફિસે પહોંચાડી દેશે. આ કારને બ્રિટનમાં ડચ કંપની PAL-V ઈન્ટરનેશનલે તૈયાર કરી છે.

બુકિંગ શરૂ

PAL-V પહેલી ઉડી શકે તેવી કાર છે. કારનું પ્રિ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યુ છે. ડેયલી મેલ અનુસાર આ ફ્લાઈંગ કારની કિંમત 3 લાખ 20 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 2.89 કરોડ રૂપિયા છે. મળતી માહિતી પ્રમાણે આ ફ્લાઈંગ કારની ડિલીવરી 2020 પહેલાં શરૂ થઈ જશે. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે શરૂઆતમાં આ કાર બ્રિટેન, યુરોપ અને નોર્થ અમેરિકામાં ઉપલબ્ધ રહેશે. આ કાર ત્રણ પૈડાંવાળી હશે અને પેટ્રોલથી ચાલશે. આ કાર રસ્તા પર એક વારમાં 1,287 કિમી ચાલી શકે છે અને હવામાં 482 કિમી ઉડી શકે છે. PAL-V જમીન પર 160 કિમી પર કલાકની ઝડપે દોડશે જ્યારે હવામાં 180 કિમી પર કલાકની ઝડપે ઉડશે.

 

આ પણ વાંચો : માત્ર 199માં ખરીદી શકો છો Redmi Note 6 Pro!

 

લેન્ડિંગ માટે જોઈશે કેટલી જગ્યા?

કારના વિશાળ રોટૉર બ્લેડ અને પાછલા પ્રોપેલર લેન્ડ થયા પછી કારની ઉપર બાજુ ફોલ્ડ થઈ જશે. કારણ કે તેનો આકાર મોટો હોય છે તેથી કારને લેન્ડ થવા માટે લગભગ 330 મીટરની જગ્યાની જરૂર પડશે. કંપની અનુસાર પીએએલ-વીને યુકેમાં દોડાવવા અને ઉડાડવા માટે કાયદાકીય માન્યતા આપી દેવામાં આવી છે. અન્ય સ્થળે આ યુરોપીય વિમાન સુરક્ષા એજન્સીના નિયમ હેઠળ પ્રમાણિત કરાવવું પડશે, જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ કારનું વજન લગભગ 664 કિલો છે.