ફ્લિપકાર્ટ પર આવ્યું સેલ, મળશે મોટું ડિસ્કાઉન્ટ, જાણી લો તારીખ

11 September, 2019 07:00 PM IST  |  મુંબઈ

ફ્લિપકાર્ટ પર આવ્યું સેલ, મળશે મોટું ડિસ્કાઉન્ટ, જાણી લો તારીખ

એમેઝોને પોતાના અપકમિંગ સેલની જાહેરાત કર્યા બાદ હવે ફ્લિપકાર્ટે પણ આ વર્ષનું બિગ બિલિયન ડેય્ઝ સેલ જાહેર કરી દીધું છે. ફેસ્ટિવ સિઝન દરમિયાન બંને ઈ કોમર્સ સાઈટે મોટા સેલની જાહેરાત કરી છે. બંને સેલ્સમાં મોટા પ્રાઈસ કટ અને આકર્ષક ઓફર્સ મળશે. બિગ બિલિયન ડે સેલની શરૂઆત 29 સપ્ટેમ્બરે થશે અને 4 ઓક્ટોબર સુધી આ સેલ ચાલશે.

ફ્લિપકાર્ટે હાલ ફક્ત સેલની તારીખ જ જાહેર કરી છે. ઓફર્સ અને પ્રોડક્ટ્સ પર કેટલી પ્રાઈસ કટ મળશે તે અંગે હજી સુધી કોઈ વાત સામે નથી આવી. જો કે ફાઈનાન્સના વિકલ્પને લઈ કેટલીક ઓફર્સ વિશે જાહેરાત કરાઈ છે. બિગ બિલિયન ડેય્ઝ સેલ સપ્ટેમ્બ 29થી શરૂ થઈ રહ્યું છે. આ સેલમાં ફેશન, ટીવી, હોમ, ફર્નિચર, બ્યૂટી, સ્પોર્ટસ, ટોય્ઝ, બુક્સ, સ્માર્ટ ડિવાઈસિઝ, પર્સનલ કેર અપ્લાયન્સિસ, ટ્રાવેલ વગેરે ઓફર્સ મળશે. તેનો મતલબ છે કે તમે સ્માર્ટ ટીવીથી લઈને સ્માર્ટ ફોન અને અપ્લાયન્સિઝ સહિત કંઈ પણ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. ફ્લિપકાર્ટ પ્લસના મેમ્બર્સ માટે આ સેલ રેગ્યુલર મેમ્બર્સ કરતા 4 કલાક વહેલા શરૂ થશે.

સપ્ટેમ્બર 30થી ફ્લિપકાર્ટ મોબાઈલ્સ, સ્માર્ટફોન્સ, ડિવાઈસિઝ અને એસેસરીઝ માટે આ સેલ શરૂ થશે. તેનો અર્થ છે કે તમે જો નવો સ્માર્ટફોન લેવા ઈચ્છી રહ્યા હો તો ઈ કોમર્સ સાઈટ્સના સેલની રાહ જુઓ. આ સેલમાંત મને મોટા ડિસ્કાઉન્ટ અને સારી ઓફર્સમાં ફોન મળી શકે છે. ફ્લિપકાર્ટના કહેવા પ્રમાણે આ સેલ દરમિયાન એક્સિ બેન્ક ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકે છે. આ ઓફર ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ માટે પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો કાર્ડલેસ ક્રેડિટથી લઈને ફ્લિપકાર્ટ પે લેટર, નો કોસ્ટ EMI સહિત લોનનો પણ ફાયદો મેળવી શકે છે.

આ પણ વાંચોઃ Google Play Store માં ફરી આ જાણીતી એપની થઇ વાપસી

ગેજેટ્સ લવર્સ માટે ફ્લિપકાર્ટ સેલમાં પ્રીમિયમ સ્માર્ટ ફોન્સ, ટેબ્લેટ્સ પર સારા પ્રાઈસ કટ મળવાના છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ એપલ આઈફોન મોડેલ્સ પર પણ સારી ઓફર આપશે. આઈફોન એક્સઆર, આઈફોન એક્સ, આઈફોન સેવન, અને આઈફોન 8 પર ઓછામાં ઓછા 5 હજારનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સેલમાં આઈપેડ પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ થશે. સેમસંગ ગેલેક્સ એસ 10 સિરીઝ, આસુઝ સિક્સઝેડ અને રેડમી કે 20 સિરીઝ જેવા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન્સ પર પણ સારી ડીલ મળશે.

flipkart tech news