ફેક ન્યૂઝ અટકાવવા માટે પત્રકારોની મદદ લેશે ફેસબુક

02 April, 2019 09:06 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

ફેક ન્યૂઝ અટકાવવા માટે પત્રકારોની મદદ લેશે ફેસબુક

ફેસબુક ફેક ન્યૂઝને અટકાવવા લેશે પત્રકારની મદદ

ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી છે કે તેઓ પત્રકારોની ભરતી કરશે. માર્કે કહ્યું કે, અમે પત્રકારોથી સમાચાર નહીં બનાવીએ. પત્રકારો પાસેથી અમે ખાતરી કરાવીશું કે જે સમાચારો હોય તે સારી ગુણવત્તાના હોય.

માર્ક ઝકરબર્ગે કહ્યું કે ખોટા સમાચારો આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. તેને અટકાવવા પણ જરૂરી છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, "મને ખબર નથી કે ફેસબુક પર કેટલા બનાવટી અકાઉન્ટ છે, પરંતુ તે ઘણી મોટી સંખ્યામાં હોઈ શકે છે. કેટલાક લોકો કહે છે કે, 70 કરોડ આવા અકાઉન્ટ છે. પણ મને ખરેખર ખબર નથી. પરંતુ આ વસ્તુ સામે ગંભીર સમસ્યાની માફક લડવું પડશે. આ માટે કેટલાક પત્રકારો, સંવાદદાતા અને મોટા નેટવર્કને કામ સોંપવું પડશે. અને આ કામ મફત નહીં કરવામાં આવે."

આ પણ વાંચોઃ ફેસબુક LIVE પર લાગી શકે છે પ્રતિબંધ

માર્ક ઝકરબર્ગે કહ્યું કે સાથે એ વાતની ખાતરી કરવામાં આવશે કે ફેસબુક પર સેંકડો પત્રકારો, બ્લોગરો, ડિજિટલ પત્રકારોને શું આકર્ષિત કરે છે. જેથી તેઓ પોતાના પ્લેટફોર્મ પર સર્વ શ્રેષ્ઠ માહિતી મુકે છે.