ભારતના 19 વર્ષના યુવાનનું Facebook કરશે સન્માન

11 June, 2019 11:17 PM IST  |  મુંબઈ

ભારતના 19 વર્ષના યુવાનનું Facebook કરશે સન્માન

ફેસબુક

વિશ્વાસ નથી આવતો ને, પણ આ સાચી વાત છે. ભારતના કેરળ રાજ્યમાં 19 વર્ષના એક વિદ્યાર્થીએ એવું કામ કરી બતાવ્યું છે કે જેને સારા સારા ઈંજીનિયર કરી શક્યા નહીં. આ વિદ્યાર્થીની આવડતનું સમ્માન હવે ફેસબુક પણ કરવા જઈ રહ્યું છે.

શું છે ઘટના...
વાત એવી છે કે આ વિદ્યાર્થીએ વોટ્સએપમાં એક બગ વિશે જાણકારી મેળવી હતી. કેરળના અલપ્પુઝાનો રહેવાસી અનંતકૃષ્ણા બીટેકનો વિદ્યાર્થી છે અને એથિકલ હૈકિંગ પર રિસર્ચ કરે છે. આ સાથે જ તે કેરળ પોલીસના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર માટે પણ કામ કરે છે. અનંતકૃષ્ણાએ બે મહિના પહેલા વોટ્સએપમાં એક બગની ઓળખ કરી હતી. યૂઝર્સની જાણકારી વિના જ આ બગ બીજી ફાઈલોને ડિલીટ કરવાની મંજૂરી આપી દે છે.

Whats App ના બગની સમસ્યા દુર કરવા મદદ પણ કરી
આ સમસ્યાને અનંતકૃષ્ણાએ જાણી અને ત્યાર બાદ ફેસબુકને તેની સુચના આપી. એટલું જ નહીં તેણે ફેસબુકના અધિકારીઓએ આ સમસ્યાને દૂર કરવા સમાધાન શોધવામાં પણ મદદ કરી. વોટ્સએપ બગને દૂર કરવા માટે ફેસબુકએ અનંતકૃષ્ણાને
500 ડોલર રોકડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે અને તેને હોલ ઓફ ફેમનું સમ્માન પણ આપવામાં આવશે. અનંતકૃષ્ણાનું નામ ફેસબુકની થેંક્સ લિસ્ટમાં 80માં ક્રમે છે.

technology news facebook