Facebookની નવી ડિઝાઈન જાહેર, ડેટિંગ સહિતના નવા ફીચર્સ જોડાયા

01 May, 2019 03:54 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

Facebookની નવી ડિઝાઈન જાહેર, ડેટિંગ સહિતના નવા ફીચર્સ જોડાયા

ફેસબુકમાં નવી ફીચર્સ થયા એડ

ફેસબુક ડેવલપર્સ કૉન્ફ્રેન્સ F8માં કંપનીના સંસ્થાપર માર્ક ઝકરબર્ગે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની નવી ડિઝાઈન રજૂ કરી છે. આ નવી ડિઝાઈનમાં ન્યૂઝ ફીડને તમામ રીતે બદલી દેવામાં આવી છે. આ સિવાય ફેસબુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પ્રાઈવસી પર ફોકર કર્યું છે. આ નવી ડિઝાઈનના લૉન્ચ સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બનેલા સિગ્નેચર બ્લૂ બેનરને પણ હટાવ્યું છે. આ નવી ડિઝાઈનમાં ફેસબુકના મેસેન્જિંગ એપ, ઑનલાઈન માર્કેટ પ્લેસ અને વીડિયો ઑન ડિમાંડ સાઈટને શોકેસ કરવામાં આવ્યું છે. આ સિવાય કંપનીએ બિઝનેસ માટે સોશિયલ સર્કલ પણ જાહેર કર્યું છે. ડેટિંગ માટે યૂઝર્સને સીક્રેટ ક્રશનો ઑપ્શન પણ મળશે. ફેસબુક ડેટિંગ માટે યૂઝર્સ અપોઈન્ટમેન્ટ બુક કરવાનું ટૂલ પણ આપવામાં આવશે.

ઝકરબર્ગે જાહેર કર્યા નવા ફીચર્સ

આ મોકા પર ફેસબુકના સંસ્થાપર માર્ક ઝકરબર્ગે કહ્યું કે, જેમ-જેમ દુનિયા મોટી અને વધારે જોડાતી જાય છે, અમને ઈંટિમસીના એ અર્થની જરૂર હોય છે જે પહેલા કરતા ક્યાંય વધારે છે. એટલે જ મારું માનવું છે કે તેનું ભવિષ્ય ખાનગી છે. આ અમારી સેવાઓનો આગામી અધ્યાય છે. આ પહેલા માર્ચમાં ઝકરબર્ગે એવું વચન આપ્યું હતું કે જાહેરાતોથી ભરાયેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ફેરફાર કરવામાં આવશે. કંપનીએ ઑનલાઈન કમ્યૂનિકેશનને ઝડપથી વધારવા માટે પ્રાઈવેટ મેસેન્જિગ, શૉર્ટ લાસ્ટિંગ સ્ટોરી અને નાના ગ્રુપનો ઉપયોગ કરવામાં આવશે.

ફેસબુકનું નવું લે-આઉટ

ફેસબુકને બનાવ્યું વધુ સુરક્ષિત

ફેસબુકે નવા ડિઝાઈનને વધુ પ્રાઈવેટ અને એન્ક્રીપ્ટેડ એટલે કે સુરક્ષિત બનાવવા પર ફોકસ કર્યું છે. જેના કારણે કમ્યુનિકેશન વધારે ખાનગી રીતે થઈ શકે. આ સિવાય ફેસબુક અફવાઓ અને ફેક ન્યુઝ સામે પણ લડી રહ્યું છે. ફેસબુક મેસેન્જર એપને વધુ સારી બનાવવા માટે તેવી લાઈટ સ્પીડ પર કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ લાગી શકે છે ફેસબુક પર 3.5 ખરબ રુપિયાનો દંડ

ફેસબુક મેસેન્જરના ડેસ્કટૉપ વર્ઝનને પણ વિંડોઝ અને મેક યૂઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું. આ ફીચરને વૉટ્સએપ બિઝનેસ માટેનો પ્રૉડક્ટ કેટેલૉગ કહેવામાં આવ્યો છે. આ ફીચર આ વર્ષના અંતમાં રોલ આઉટ કરી દેવામાં આવશે. આ સિવાય ફેસબુકે આ મહિને ઈન્સ્ટાગ્રામમાં અનેક ફેરફાર કર્યા છે.