ફેસબુક યૂઝર્સ માટે ખુશખબર, એકસાથે 50 લોકો સાથે કરી શકશો વીડિયો કૉલ

16 May, 2020 07:22 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ફેસબુક યૂઝર્સ માટે ખુશખબર, એકસાથે 50 લોકો સાથે કરી શકશો વીડિયો કૉલ

ફેસબુક

ફેસબુકે જ્યારે પોતાના ગ્રુપ વીડિયો ચેટ 'મેસેન્દર રૂમ્સ'ને ગ્લોબલી લૉન્ચ કરી દીધું છે. આ ફીચર કોઇપણ સમય સીમા વિના 50 જેટલા લોકો સુધી મફત વીડિયો કૉલની પરવાનગી આપે છે. યૂઝર્સ આ ફીચરનો લાભ ફક્ત ફેસબુક એપ પર જ નહીં પણ ચેટિંગ એપ મેસેન્જર પર પણ આ સર્વિસનો લાભ લઈ શકો છો.

શું છે મેસેન્જર રૂમ
ફેસબુકનું કહેવું છે કે તમે આ ફીચરમાં આ વાતની સીમા નક્કી કરી શકો છો કે કોણ તેમાં સામેલ થઇ શકે છે, કે તમે આ લિન્ક દ્વારા સાર્વજનિક રીતે પણ સામેલ કરી શકો છો. ભલે તેમનું ફેસબુક અકાઉન્ટ ન હોય. આજે આવેલા એક બ્લૉગ પોસ્ટમાં મેસેન્જરના ફેસબુકના ઉપાધ્યક્ષ સ્ટેન ચુડનોવ્સ્કી લખે છે, "ઇવેન્ટ્સ દ્વારા ફેસબુક પર મેસેન્જર રૂમ શરૂ અને શૅર કરી શકો છો, જેથી જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે જોડાઇ શકો અને ડિસ્કનેક્ટ પણ થઈ શકો. તમે નક્કી કરી શકો છો કે કોણ તમારા રૂમને જોઈ શકે છે અને તેમાં કોણ સામેલ થઈ શકે છે."

જૂની સર્વિસનો પણ મળતો રહેશે લાભ
મેસેન્જરની આ નવી સર્વિસ પછી પણ જો યૂઝર ઇચ્છે તો વન ટૂ વન કૉલ અને વીડિયો ચેટ કે ગ્રુપ કૉલ કે ગ્રુપ વીડિયો ચેટ કરી શકે છે. જેમ તમે પહેલા કરી શકતા હતા. પણ હવે, જો તમે મેસેન્જરના 'People' પર ટેપ કરો છો, તો તમારી પાસે એક રૂમ બનાવાનું ઑપ્શન પણ હશે.

આ કેવી રીતે કરશે કામ
તમે તમારા કોઇપણ મિત્રને રૂમ ઉપલબ્ધ કરાવવાના વિકલ્પની પસંદગી કરી શકો છો અને જેની સાથે તમે લિન્ક શૅર કરો છો કે મિત્રોની લિસ્ટમાંથી ખાસ લોકોની પસંદગી કરી શકો છો જે તમારા તરફથી વ્યક્તિગત મેસેન્જર ઇન્વિટેશન પ્રાપ્ત કરશે. જો તમે તમારી આખી ફ્રેન્ડલિસ્ટ સાથે સાર્વજનિક કરવાનો નિર્ણય લો છો તો ન્યૂઝ ફીડમાં ઉપર તમને બધાં નેટવર્ક માટે દેખાશે, ત્યાં ભૂલથી પણ ક્લિક ન કરતાં. અને ધ્યાન રાખવું કે તમે લિન્ક ક્યાં મૂકી છે.

facebook tech news technology news