ફેસબુકે માન્યુ, ઈન્ટાગ્રામના લાખો યૂઝર્સના પાસવર્ડ થયા લીક

19 April, 2019 03:41 PM IST  | 

ફેસબુકે માન્યુ, ઈન્ટાગ્રામના લાખો યૂઝર્સના પાસવર્ડ થયા લીક

ઈન્ટાગ્રામના લાખો યૂઝર્સના પાસવર્ડ થયા લીક

ફેસબુકની ચાઈલ્ડ કંપની ઈન્ટાગ્રામના લાખો યૂઝર્સના પાસવર્ડ લીક થવાનો બનાવ સામે આવ્યો છે. કેટલાક અઠવાડિયા પહેલા ફેસબુકે જણાવ્યું હતું ક પાસવર્ડ ગ્લિચને ઠીક કરી દેવામાં આવી છે. આ બાદ ફેસબુક દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે તેણે લાખો યૂઝર્સના પાસવર્ડ લીક થનારી ખામીઓને દૂર કરી દીધી છે. ફેસબુકમાં આવેલ આ ખામીના કારણે કંપનીના 20,000થી વધુ કર્મચારીઓ લાખો યૂઝર્સના પાસવર્ડ પ્લેન ટેક્સ્ટ ફોર્મેટમાં જોઈ શકતા હતા. ફેસબુકમાં આ ખામી ઈન્ટરનલ સિસ્ટમમાં ખરાબીના કારણે આવી હતી જેના કારણે લાખો યૂઝર્સના પાસવર્ડ રિડેબલ ફોર્મેટમાં સ્ટોર થઈ ગયા હતા.

પાસવર્ડ લીક થતાં લાખો ઇન્ટાગ્રામ યુઝર્સ અસર થઇ હતી

ફેસબુકે એમ પણ કહ્યું હતું કે, માત્ર કંપનીના ઈન્ટરનલ કર્મચારીઓને જ યૂઝર્સના પાસવર્ડ દેખાતા હતા. કોઈ બાહરી વ્યક્તિ આ પાસવર્ડને એક્સેસ ન કરી શકે. ફેસબુકે બ્લોગ પર આ વિશે માહિતી આપતા લખ્યું હતું કે, આ લીકના કારણે 10,000 નહી પરંતુ લાખો ઈન્ટાગ્રામ યૂઝર્સને તેની અસર થઈ હતી. આ પહેલા ફેસબુકે કહ્યું હતું કે, આ સિક્યોરિટી બ્રિચના કારણે 10,000 જેટલા યૂઝર્સને તેની અસર થઈ હતી.

 

આ પણ વાંચો: મુકેશ અંબાણી: ભારતના સૌથી ધનિક વ્યક્તિની સક્સેસ સ્ટોરી

 

હાલમાં જ UpGuard નામની સાઈબર સિક્યોરિટી ફર્મે ફેસબુકનો ડેટા લીક થવાનો ખુલાસો કર્યો હતો. UpGuard કહ્યું હતું કે, ફેસબુકના 540 મિલિયન એટલે કે 54 કરોડ ફેસબુક યૂઝર્સના ડેટા થર્ડ પાર્ટી પબ્લિક સર્વરમાં સેવ થયા હતા જેના કારણે યૂઝર્સના ડેટા જાહેર થયા હતા.

facebook