હવે વીજળીની ચિંતા છોડો, ઘરમાં મૂકો આ ઝાડ અને મફત મેળવો વીજ પૂરવઠો

09 January, 2019 05:12 PM IST  | 

હવે વીજળીની ચિંતા છોડો, ઘરમાં મૂકો આ ઝાડ અને મફત મેળવો વીજ પૂરવઠો

સોલાર ટ્રી

હવે તમે ઘરમાં ક્યાંય પણ સોલાર ટ્રી લગાડીને મફત વીજળી મેળવી શકો છો. આ સોલાર ટ્રી 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં પ્રદર્શિત કરાયું હતું.

એક ઝાડથી થશે મફત વીજ પૂરવઠો, પડી ગયા ને અચંબામાં! પણ હા, હવે તમે વૃક્ષોથી પણ વીજ ઉત્પન્ન કરી શકશો અને વીજળીનું બિલ ચુકવવાની માથાકૂટથી પણ છૂટકારો. હવે તમે ઘરમાં એક મહત્ત્વનું અને નાનકડું વીજનિર્મિત કરનાર ઝાડ મૂકીને વીજ નિર્માણ કરી શકો છો. આ ખાસ ઝાડનું નામ છે સોલાર ટ્રી. નાના સોલાર પેનલને નાનકડાં ઝાડનું રૂપ આપવામાં આવ્યું છે. તેને ઘરમાં ક્યાંય પણ ન નડે એવી જગ્યાએ મૂકીને વીજળી મેળવી શકાય છે.

સોલાર ટ્રી સેન્સર અને સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થા કંઈક આ પ્રકારે કરવી

સોલાર પેનલનો મોટો આકાર નાના ઘરો, શાળાઓ અને કંપનીઓમાં ઓછી જગ્યા હોવાને કારણે સરળતાથી બંધબેસતું નથી. એવામાં મિનિસ્ટ્રી ઑફ સાયન્સ અંતર્ગત આવતાં દુર્ગાપુરમાં આવેલા સેન્ટ્રલ મેકેનિકલ એંજીનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (CMRI)ના વૈજ્ઞાનિકોએ તેનો ઉપાય શોધ્યો છે. તેમણે વીજ પ્રદાન કરનાર આ ઝાડ વિકસિત કર્યું છે. પોતાના આ સંશોધનને તેમણે સોલાર ટ્રી રૂપે વિકસિત કરી એલપીયુમાં ચાલતી 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં પ્રદર્શિત કર્યું હતું.

એક કિલોવૉટના સૌથી નાના સોલાર ટ્રી પર લાગી શકે છે પાંચ પેનલ

સીએમઆરઆઈના પબ્લિક રિલેશન એક્સીક્યુટીવ પી એન પાઠકે જણાવ્યું કે સોલાર ટ્રીને એક મીટર સ્ક્વેરના વિસ્તારમાં લગાડી શકાય છે. આ ટેક્નોલોજીની શોધ એ કારણે કરવામાં આવી છે કે ઓછી જગ્યામાં પણ લોકો તેનો લાભ લઈ શકે. એક કિલોવૉટ સેલાર ટ્રીની ઊંચાઈ લગભગ છ ફૂટની હોય છે તેમજ આમાં ચારથી પાંચ પેનલ લગાડી શકાય છે.

કેવું હશે સોલાર ટ્રી?

આ સોલાર ટ્રીની લંબાઈને પેનલની સંખ્યા પ્રમાણે વધારી પણ શકાય છે. 10 કિલોવૉટ પ્રમાણે સૌથી મોટા પેનલની ઊંચાઈ 20 ફૂટ જેટલી હોય છે જેમાં 40 થી લઈને 50 સુધીની પેનલ લગાડી શકાય છે. આવા ત્રણ પેનલ લુધિયાણામાં લગાડી દેવાયા છે.

 

પી.એન.પાઠક સોલાર ટ્રી વિશે માહિતી આપતા

સોલાર ટ્રી આ રીતે કરશે કામ

એક કિલોવૉટના સોલાર ટ્રીમાંથી એક ઘર તેમજ આખી પ્રાઈમરી શાળાને પ્રકાશિત કરી શકે છે, એટલે કે આ ટ્રીને કારણે ચારથી પાંચ રૂમના લાઈટ અને પંખા ચાલી શકે છે. આ સિવાય ખેડૂતો પોતાના પંપ પણ લગાડી શકે છે. આ પેનલને એ રાતે એડજસ્ટ કરાયું છે જેનાથી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રત્યેક ખૂણેથી સૂર્ય કિરણો તેના પર પડતા રહેશે અને તેનું કામ સૂર્યપ્રકાશમાં ક્યારેય નહીં રોકાય. આ સિવાય તેમાં એવા ફંકશન પણ છે જેને કારણે સ્ટ્રીટ લાઈટ્સ પણ ઝગમગી શકે છે.

સેન્સર અને સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થા

સોલાર ટ્રી પર સેન્સર લગાડીને સૂર્યપ્રકાશ પ્રમાણે એડજસ્ટ કરીને રાતે સ્ટ્રીટ લાઈટ્સને પણ ચાલુ કરી શકાય છે. ત્યાં જ સોલાર ટ્રી પર સીસીટીવી લગાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેને લીધે વીજનો ઉપયોગ કર્યા વિના એક રૂમનો કેમેરો હેન્ડલ કરી શકાય છે. એક કિલોવૉટનો સોલાર ટ્રી લગાડવામાં લગભગ એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવશે.

વિજ્ઞાન અને ટેક્નિક પ્રધાન હર્ષવર્ધનના ઘરે લગાડાયું સોલાર ટ્રી

પીએન પાઠકે જણાવ્યું કે તેમનું કામ ફક્ત manufacturingનું છે. તેને વેંચવું પ્રાઈવેટ અને સરકારી કંપનીઓના હાથમાં છે. વિજ્ઞાન તેમજ ટેક્નિકલ પ્રધાન હર્ષવર્ધનના ઘરે પણ સોલાર ટ્રી લગાડવામાં આવ્યું છે. આની કાર્યપ્રણાલીને તેઓ પોતે તપાસી રહ્યા છે.

આ પણ વાંચો : સાવધાનીપૂર્વક વાપરો ગેસ ગિઝર, અન્યથા જીવલેણ પુરવાર થઈ શકે છે.....

સરકાર ઈચ્છે તો તેને પ્રાઈમરી શાળાઓમાં પણ નિ:શુલ્ક લગાવડાવી શકે છે તેમ જ અન્ય સ્થળોએ પણ લગાવડાવીને લાખોનું ખર્ચ બચાવી શકાય છે. સરકાર જો આવા સંશોધનોને પ્રોત્સાહન આપે તો લોકોને ફાયદો થશે તેની સાથે સાથે સરકારને પણ ફાયદો થઈ શકે છે.