WhatsAppમાં આ કોડ શૅર ન કરતા

24 August, 2020 10:11 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

WhatsAppમાં આ કોડ શૅર ન કરતા

વૉટ્સએપ

યુઝર્સ(Users)ને ચેતવવામાં આવ્યા છે કે, હેકર્સ ડેટાને હેક કરી બળજબરીથી રૂપિયા વસૂલી રહ્યાં છે. હેકર્સ દ્વારા વોટ્સએપ(WhatsApp) એકાઉન્ટ્સ હાઇજેક કરી તેનો ઉપયોગ તેમને ખંડણી માટે કરાય છે.

કોઈ વ્યક્તિના વોટ્સએપ એકાઉન્ટમાં પ્રવેશ મેળવ્યા બાદ હેકર્સ યુઝર્સના કોન્ટેક્ટ્સ અને ગ્રુપ્સમાં અશ્લીલ છબીઓ મોકલવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવામાં આવે છે.

મહારાષ્ટ્ર સાયબેર સેલે કહ્યું છે કે “આવા ઘણા કેસ સામે આવ્યા છે, જેમાં હેકર વોટ્સએપ ગ્રુપ્સમાં અશ્લીલ ફોટા પોસ્ટ કરે છે.” ઉપરાંત, પીડિતના કોન્ટેક્ટ્સમાંથી આ એકાઉન્ટ દ્વારા પૈસાની માગણી થાય છે.

જ્યારે કોઈ વોટ્સએપ વપરાશકર્તા તેમનો ફોન બદલે છે, ત્યારે તેને ચેક કરવું પડે છે કે નવો ફોન તેના મોબાઇલ નંબર સાથે જોડાયેલો છે કે નહીં. આ વોટ્સએપ વેરિફિકેશન કોડ દ્વારા નક્કી થાય છે. હેકર વપરાશકર્તાનો મોબાઇલ નંબર જાણે છે અને હુમલાઓની આ આખી શ્રેણી એક વ્યક્તિથી શરૂ થાય છે. જો આ વ્યક્તિ તેનો વોટ્સએપ વેરિફિકેશન કોડ શેર કરે છે, તો તે હેકરને તેના એકાઉન્ટનું એક્સેસ આપવાની મંજૂરી આપે છે.

આમ અકાઉન્ટ હૅક થયા બાદ હેકર તેના બધા કોન્ટેક્ટ્સ તેમ જ ગ્રુપ્સના એક્સેસ મેળવશે. આ પછી એક બાદ એક ચેઈન પ્રક્રિયા શરૂ થાય છે. કોન્ટેક્ટ્સમાં સૌથી અધિક સંપર્કવાળો વ્યક્તિ કોણ છે તે જાણીને હેકર તે વ્યક્તિને ખાતરી આપે છે કે તેમનો વોટ્સએપ વેરિફિકેશન કોડ તેની પાસે પહોંચતો નથી, તેથી તેણે કોડને આ બીજા વ્યક્તિના ફોન પર મોકલે છે. આમ આ બીજો વ્યક્તિ પણ પોતાનો વેરિફિકેશન કોડ છે એ સમજ્યા વગર છટકામાં આવી જાય છે. જેમ જેમ તે કોડ શેર કરે છે, હેકર તેના એકાઉન્ટને પણ હાઇજેક કરે છે.

સાયબર સિક્યુરિટી એજન્સીએ લોકોને સલાહ આપી છે કે તેમનો વ્હોટ્સએપ વેરિફિકેશન કોડ કોઈની સાથે પણ શેર ન કરે. જો તમે ચકાસણી કોડ શેર કરો છો, તો તરત જ તમારા એકાઉન્ટને ફરીથી ચકાસી લો. વળી, વપરાશકર્તાઓને તેમના વોટ્સએપ એકાઉન્ટ્સની સુરક્ષા વધારવા માટે ‘ટુ-સ્ટેપ વેરિફિકેશન’ સક્રિય કરવા અને અજાણ્યા લોકો દ્વારા મોકલેલી લિંક્સ પણ નહીં ખોલવાની સલાહ છે.

whatsapp tech news technology news