માત્ર 199માં ખરીદી શકો છો Redmi Note 6 Pro!

28 December, 2018 04:04 PM IST  | 

માત્ર 199માં ખરીદી શકો છો Redmi Note 6 Pro!

Redmi note 6 pro માત્ર 199 રૂપિયામાં

ચીની સ્માર્ટફોન કંપની xiaomiએ હાલમાં જ લોન્ચ કરેલા સ્માર્ટફોન Redmi Note 6 Proને માત્ર 199 રુપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોન પર આ ઓફર ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા મોબાઈલ બોનાન્ઝા સેલમાં મળી રહી છે. તમને જણાવી દઈકે ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલ 26 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર સુધીમાં ચાલશે. ચાર દિવસ સુધી ચાલનારા આ સેલમાં યૂઝર્સને અન્ય કેટલાક ફોન પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Redmi Note 6 Pro હાલમાં જ મોટી ડિસ્પ્લે અને qualcomm snapdragon 636 soc પ્રોસેસર સાથે લોન્ચ કર્યો છે. તો ચાલો જાણીએ સ્માર્ટફોન પર કઈ ઓફર આપવામાં આવી રહી છે.
 
ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલમાં સ્માર્ટફોન પર નો કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જ સિવાય વિભિન્ન બેંકોના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સાથે કેશબેકની ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ઓફર્સને મેળવ્યા પછી તમે આ સ્માર્ટફોનને 199 રૂપિયામાં ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે Redmi Note 6 Proના બેઝિક મોડલની કિંમત 13,999 રૂપિયા છે. આ સેલમાં આ ફોનની કિંમત 13,800 રુપિયા સુધીના ડિસ્કાઉન્ટ મેળવી શકીએ છીએ. Redmi Note 6 Proના 6GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિયાંટની કિંમત 15,999 રૂપિયા છે. આ ફોન પર પણ તમને એક્સચેન્જ અને ઈએમઆઈ ઓફર મળી શકે છે.