હવે BSNL ના કાર્ડધારકોને કોલ કરવા માટે નેટવર્કની જરૂર નહીં પડે

05 July, 2019 10:06 PM IST  |  Mumbai

હવે BSNL ના કાર્ડધારકોને કોલ કરવા માટે નેટવર્કની જરૂર નહીં પડે

Mumbai : છેલ્લા ઘણા સમયથી તકલીફોનો સામનો કરી રહેલી ભારતની BSNL ટેલિકોમ કંપની ફરી પોતાના ગ્રાહકોમાં વિશ્વાસ જાળવી રાખવા માટે અનેક પ્રયાસો કરી રહે છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે બીએસએનએલ ભારતમાં વાઈ ફાઇ (VoWi-Fi) સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. વાઇ ફાઇને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.


મળી રહેલ માહિતી પ્રમાણે બીએસએનએલ પોતાના નારાજ ગ્રાહકો એટલે કે જે વિસ્તારમાં નેટવર્કનો અભાવ હોય અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યાં શરૂ કરવામાં આવશે. જોકે, બીએસએનએલ કોઈ એવી પહેલી કંપની નથી જે દેશમાં વીઓ વાઈ-ફાઈ સુવિધા શરૂ કરી રહી હોય. તેના પહેલાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ પણ આ સર્વિસનું ટેસ્ટિંગ કરી ચૂકી છે જે એડવાન્સ સ્ટેજ સુધી પહોંચી ચુકી છે.


ફોન કોલ માટે મોબાઈલ નેટવર્કની જરૂર નહીં પડે

BSNL ની VoWi-Fi સર્વિસમાં મોબાઈલ નેટવર્ક વગર જ કોલ કરી શકાશે. કંપની આ સર્વિસ તેના તમામ સર્કલમાં લાગુ કરશે. આ સર્વિસ શરૂઆતમાં દેશનાં ટાઈપ-2 અને ટાઈપ-3 શહેરો સાથે એવા વિસ્તારોમાં લાગુ થશે જ્યાં નેટવર્ક ખૂબ સિમિત હોય અને કોલિંગ માટે મોબાઈલ યુઝર્સ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય. બીએસએનએલની આ વીઓ વાઈ-ફાઈ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝરે ઓટીટી પ્લેટફોર્મ જેવા વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર જેવી એપનો ઉપયોગ કરવો પડશે જે મોબાઈલ ડેટા અને વાઈ-ફાઈથી વોઈસ કોલિંગની સુવિધા આપે છે. હવે ટ્રુકોલરમાં પણ કોલિંગની સુવિધા મળવા લાગી છે.


રિલાઇન્સ જિયોએ વોઇસ ઓવર વાઈ-ફાઇ સર્વિસનું ટેસ્ટિંગ કરી લીધું છે

મહત્વનું છે કે ગત વર્ષે રિલાયન્સ જિયોએ પણ તેની વોઈસ ઓવર વાઈ-ફાઈ સર્વિસનું ટેસ્ટિંગ ભારતમાં કર્યું હતું. જિયોએ શરૂઆતમાં આન્ધ્રપ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. રિલાયન્સ જિયો સિવાય ભારતી એરટેલ અને વોડાફોન પણ વીઓ વાઈ-ફાઈ સર્વિસના ડેવલપમેન્ટ ઉપર કાર કરી રહી છે. એરટેલ અને જિયોના ટેસ્ટિંગ એડવાન્સ સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે. ટૂંક સમયમાં જ જિયો તેની આ સર્વિસ લોન્ચ કરશે.

national news bsnl