વોટ્સએપનો આવો ઉપયોગ, તમે નહીં ધાર્યો હોય ?

24 December, 2018 07:36 PM IST  | 

વોટ્સએપનો આવો ઉપયોગ, તમે નહીં ધાર્યો હોય ?

ટલાક લોકો વોટ્સઍપને અફવાઓ ફેલાવવા અને ખોટી માહિતી ફેલાવવાનો સ્ત્રોત સમજે છે તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે, જે આ ઍપનો ઉપયોગ સકારાત્મકતાનું સર્જન કરવા અને સમાજ સુધી સારા સંદેશ પહોંચાડવા કરે છે.

દરેક ટેક્નિકનાં સારાં-માઠાં પાસા હોય જ છે. હવે આ ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરવો કે ખરાબ તેનો આધાર યુઝ કરનારી વ્યક્તિ પર છે.અમુક લોકો વોટ્સઍપને અફવા ફેલાવવા અને ખોટી માહિતીના પ્રચારનો સ્ત્રોત સમજે છે તો ત્યાં જ કેટલાક લોકો તેનો સદુપયોગ કરીને સારા મેસેજ પાસ કરે છે. વોટ્સઍપ ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ માટે બિઝનેસ પ્લેટફોર્મ અને નેટવર્ક માટે ઉપયોગી સાબિત થયું છે.

વધતો જતો ઉપયોગ

ત્રણ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ગ મોદીએ ડિજિટલ ઈન્ડિયા અભિયાનનો આરંભ કરાવ્યો. તેનો મૂળ હેતુ આખા દેશમાં અને ખાસ તો પછાત વિસ્તારોમાં ઈન્ટરનેટનો ઉપયોગ થાય તે હતો. હવે દેશમાં વોટ્સ એપના યુઝર્સની સંખ્યા 20 કરોડથી પણ વધુ થઈ છે. અહીં દર છ મહિને એક વ્યક્તિ આ એન્ડ ટુ એન્ડ ઈન્સક્રિપ્શન ઈન્સ્ટન્ટ ચેટિંગ ઍપનો ઉપયોગ કરે છે. જેનું ખાસ કારણ છે કે આ એક ફ્રી ઍપ છે જેના ઉપયોગ માટે માત્ર ઈન્ટરનેટ જરૂરી છે.

સરળ ઉપયોગ

વોટ્સઍપને વાપરવું સરળ છે, જે તેના યુઝર્સને વધારવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હાલમાં ખેડૂતો અને ગૃહિણીઓથી લઈને નાના-મોટા વેપારીઓ સુધી તે પહોંચે છે. શિક્ષણ અને સશક્તિકરણના અભાવને કારણે લોકોને ખબર હોવા છતાં તે માહિતી આપી શકતા નથી. વોટ્સઍપ આ લોકોને દુનિયા સાથે જોડવાની મહત્ત્વની કડીરૂપ બને છે.

આ વ્યક્તિઓએ કર્યો સદુપયોગ

દક્ષિણ મુંબઈમાં નોશિરવાન મિસ્ત્રીના આંબાના વાડી છે. આંબાની સિઝન શરૂ થતાં જ તે વોટ્સઍપ થકી જ તેના ફોટો અને ગુણવત્તાની માહિતી આપે છે. મહારાષ્ટ્રની બહારના રાજ્યોમાં પણ તેના કેરી ખરીદનાર લોકો છે. નોશિરવાન મિસ્ત્રીની કેરીઓ મહારાષ્ટ્ર બહાર લોકપ્રિય બનવાનું કારણ જ છે વોટ્સએપ.

ઉમદા ઉપયોગ

વોટ્સઍપ પર ફેલાતી અફવાઓને કારણે ફેસબુક કંપનીને કેટલાક કડક નિર્ણયો લેવાની ફરજ પાડી દીધી. પરિણામે મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટ ઘટાડીને પાંચ કરવામાં આવી. વારંવાર કેટલાયે ગૃપમાં મોકલવામાં આવેલાં મેસેજ પર હવે ફોરવર્ડેડ એવું સ્ટીકર દેખાવા લાગ્યું. દેશમાં જ્યારે આ ઍપની ઉપયોગીતા પર પ્રશ્નો થઈ રહ્યાં હતાં ત્યારે જ કેટલાંક ભારતીયોએ વાનગીઓ અને રસોઈ કળા સાથે જોડીને એક નવું પરિમાણ આપ્યું છે.

ધંધાનો ગ્રાફ સડસડાટ ગયો ઉપર

દક્ષિણ ભારતના કેરળમાં રહેતી ભારતી ગોપાલકૃષ્ણન હાઉસવાઈફ છે, જે ઘરમાં બનાવેલા કપ કેક વેચીને પૈસા કમાવવા ઈચ્છતી હતી. તેને એક એવા પ્લેટફોર્મની જરૂર હતી જ્યાં તે પોતાની વસ્તુઓનો પ્રચાર મફતમાં કરી શકે અને વેચી શકે. તેથી તેણે પીબી કિચન નામે એક વોટ્સઍપ ગ્રુપ બનાવ્યું. એપાર્ટમાન્ટ અને તેના વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ આ ગ્રુપમાં જોડાતી ગઈ. હવે આ ગ્રુપમાં જોડાયેલા બધાં જ લોકો વડાપાંવથી લઈને બર્ગર સુધીની વાનગીઓનો ઓર્ડર વોટ્સ એપ પર જ આપે છે. એક નકામી ગણાતી એપ ભારતી ગોપાલકૃષ્ણન માટે આવકનું સાધન બની ગઈ.