ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પરપોસ્ટ કરતા વિચારજો, થઈ શકે સજા

18 March, 2019 05:31 PM IST  | 

ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પરપોસ્ટ કરતા વિચારજો, થઈ શકે સજા

ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ખાસ નજર

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વખતે ચૂંટણી કમિશન દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરાઈ હતી કે સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન આપવામાં આવશે, જો કોઈ પાર્ટી સોશિયલ મીડિયા પર આચાર સંહિતાને ભંગ થતી કોઈ પણ પોસ્ટ શૅર કરશે તો તેનુ પરિણામ તેને ભોગવવુ પડશે. સામાન્ય લોકોએ પણ કોઈ પણ પોસ્ટ શૅર કરતા પેલા ખાતરી કરવી. જો તમે કોઈ વાયરલ કે ખોટા ન્યુઝ શૅર કરશો તો તમને સજા પણ થઈ શકે છે.

જો તમે નેતાઓની પોસ્ટને રિપોસ્ટ કરવા કે તેમની મજાક ઉડાવતા ફોટોઝ પોસ્ટ કરતા હો તો આ ચૂંટણી વખતે તમારે સાવધાન રહેવું પડશે. ચૂંટણી કમિશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ જો ફેક ન્યુઝ કે વાયરલ ન્યુઝ શૅર કરતા ધ્યાનમાં આવશે તો તેમને તેના માઠા પરિણામ ભોગવવા પડશે. આ વખતે ફેક ન્યુઝ અને વાયરલ વીડિયોઝ પર નિયંત્રણ લાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ નજર રાખવામાં આવશે.

 

આ પણ વાંચો: Xiaomi લોન્ચ કરશે દુનિયાનો પહેલો ડબલ ફોલ્ડેબલ સ્માર્ટફોન

 

રાજકીય પાર્ટીઓને પણ ખાસ સૂચન આપવામાં આવ્યા છે. પાર્ટીને લગતી પોસ્ટ અને વિપક્ષની પોસ્ટ શૅર કરતા પહેલા તેમણે ધ્યાન રાખવુ પડશે. આ સિવાય ચૂંટણી પહેલા બનાવવામાં આવતી એડફિલ્મ્સ જાહેર કરતા પહેલા ચૂંટણી કમિશનની પરવાનગી લેવાની રહેશે. જો કોઈ પણ પક્ષ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવશે તો તેમને તેના પરિણામ ભોગવવા પડશે.

Election 2019