ભારતમાં આટલી હોઈ શકે છે iPhone 11ની કિંમત

10 September, 2019 05:55 PM IST  |  મુંબઈ

ભારતમાં આટલી હોઈ શકે છે iPhone 11ની કિંમત

એપલ આઈફોન 11ની લોન્ચ ઈવેન્ટ આજે રાત્રે 10.30 વાગે શરૂ થશે. અને યુઝર્સ આતુરતાથી આ ઈવેન્ટની રાહ જોઈ રહ્યા છે. કેલિફોર્નિયામાં સ્ટીવ જૉબ્સ થિયેટરમાં યોજનારી આ ઈવેન્ટમાં કંપની iOS 13, Apple Watch અને નવું Apple TV પણ લોન્ચ કરશે. iPhone 11 સિરીઝ અંતર્ગત કંપની iPhone 11 Pro અને iPhone 11 Pro Max લોન્ચ કરશે. લોન્ચમાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે તેની કિંમત સહિત જુદી જુદી માહિતી સામે આવી રહી છે.

iPhone 11 સિરીઝના કેટલાક ફીચર્સ લીક્સને કારણે સામે આવી ચૂક્યા છે. તેને જોઈને લોકો અપકિંગ ડિવાઈસની કિંમતનો અંદાજ લગાવી રહ્યા છે. અત્યાર સુધી લીક થયેલા સમાચાર પ્રમાણે iPhone 11 કંપનીના પાછલા ડિવાઈસ iPhone XRનું અપગ્રેડ વર્ઝન હશે. ભારતી માર્કેટમાં તેના 64 GB વેરિયન્ટની કિંમત લઘભગ 53 હજાર રૂપિયા હોઈ શકે છે. તો 128 જીબી વેરિયન્ટની કિંમત લગભગ 57,496 રૂપિયા અને 256 જીબી મોડેલની કિંમત 64,600 રૂપિયા હોઈ શકે છે.

તો Apple iPhone 11 Proના 128GB મોડલની કિંમત ઈન્ડિયન માર્કેટમાં લગભગ 72 હજાર રૂપિયા હોઈ શકે છે. જ્યારે 256 GB મોડેલની કિંમત 79 હજાર અને 512 જીબી મોડેલની કિંમત લગભગ 86,200ની કિંમતમાં લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત iPhone 11 Pro Maxના 128 જીબી મોડેલની કિંમત 79 હજાર અને 250 જીબી મોડેલ 86,200 રૂપિયામાં અવેલેબેલ થઈ શકે છે. તો 512 જીબી મોડેલની કિંમત 93,435 રૂપિયા હોઈ શકે છે.

આ પણ વાંચોઃ આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

ઉલ્લેખનીય છે કે આ વખતે એપલ પોતાની પરંપરા તોડતા પહેલીવાર ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર આઈફોન 11ની લોન્ચ ઈવેન્ટ લાઈવ બતાવવાનું ચે. આ પહેલા કંપનીના લોન્ચ ઈવેન્ટ માત્ર એપલના સફારી બ્રાઉઝર અને કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જ લાઈવ બતાવવામાં આવતા હતા. આ ઉપરાંત આઈફોન 11 સિરીઝમાં કંપની ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવાની છે.

tech news technology news apple iphone