હવે Amazon Pay પરથી મિત્રોને પણ મોકલી શકશો પૈસા, શરૂ થઈ નવી સુવિધા

30 April, 2019 03:37 PM IST  |  નવી દિલ્હી

હવે Amazon Pay પરથી મિત્રોને પણ મોકલી શકશો પૈસા, શરૂ થઈ નવી સુવિધા

એમેઝોન પેની નવી સેવા થઈ શરૂ

એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એમેઝોન પેની પર્સન ટૂ પર્સન પેમેન્ટ સર્વિસ શરૂ થઈ ગઈ છે. જેની મદદથી તેમને બેંક ટૂ બેંક પૈસા ટ્રાન્સફર કરી શકાશે. સાથે ગ્રાહકો બિલ, રેન્ટ અને અલગ અલગ દૈનિક ખર્ચાઓની પણ ચુકવણી કરી શકશે.

પર્સન ટૂ પર્સન પેમેન્ટની સુવિધા

એમેઝોન પેના નિર્દેશક વિકાસ બંસલે કહ્યું કે, 'આ લૉન્ચ સાથે અમે ગ્રાહકોને વધારાની સુવિધા આપી રહ્યા છે. ગ્રાહક પર્સન ટૂ પર્સન પેમેન્ટ પોતાના ફોનના કોન્ટેક્ટ અથવા UPI અથવા બેંક ખાતાની ડીટેઈલ નાખીને કરી શકે છે.'

યૂઝર્સને મળશે કેશબેક

લૉન્ચ ઑફર અંતર્ગત ગ્રાહકોને UPI અંતર્ગત 120 રૂપિયા સુધીનું કેશ બેક મળી શકે છે. કંપનીએ કહ્યું કે તમામ ટ્રાન્સેક્શન મલ્ટી-ફેક્ટર ઑથેન્ટિકેશનના માધ્મયથી સુરક્ષિતસ છે. જે ગ્રાહકના ફોન, સિમ ડિટેઈલ્સ અને UPI પિનના માધ્યમથી કામ કરે છે. બંસલે કહ્યું કે અમારું લક્ષ્ય અમારા ગ્રાહકો માટે એમેઝોન પે સૌથી વધુ ભરોસાપાત્ર, સુવિધાજનક અને ફાયદો આપનાર માધ્યમ બનાવવાનો છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ કરી અલીબાબા અને એમેઝોનને ટક્કર આપવાની તૈયારી

મહત્વનું છે કે અત્યાર સુધી ગ્રાહક એમેઝોન પેનો ઉપયોગ ઑનલાઈન પેમેન્ટ માટે કરી શકતા હતા. એમાં પર્સન ટૂ પર્સન  કે મની ટ્રાંસફરની સુવિધા નહોતી. આ સેવાનો ઉપયોગ કરીને ગ્રાહકો ઑનલાઈન શોપિંગ, ટિકિટ બુકિંગ કરાવી શકતા હતા. જેના પર યૂઝર્સને વળતર મળતું હતું. નવા વિકલ્પો જોડાયા બાદ યૂઝર્સ આ સેવાઓનો ઉપયોગ પણ પહેલાની જેમ જ કરી શકે છે.

amazon