એરટેલ યૂઝર્સ માટે ખુશખબરી, જલ્દી જ મળશે 5G ક્વૉલિટીની ઈન્ટરનેટ સ્પીડ

17 October, 2019 01:56 PM IST  |  મુંબઈ

એરટેલ યૂઝર્સ માટે ખુશખબરી, જલ્દી જ મળશે 5G ક્વૉલિટીની ઈન્ટરનેટ સ્પીડ

એરટેલ

ટેલિકૉમ કંપની ભારતી એરટેલે સ્વીડિશ ટેલિકૉમ સોલ્યૂશન પ્રોવાઈડર એરિક્સનની સાથે 5G નેટવર્ક માટે કરાર કર્યો છે. સ્વીડિશ કંપનીએ એરટેલની સાથે 5G માટે ડીલમાં 5G રેડી ક્લાઉડ પેકેજ કોર નેટવર્ક ડિપ્લૉયમેન્ટ માટે કરાર કર્યા છે. એરટેલ અને એરિક્સન મળીને ભારતમાં 5Gના ઈવોલ્યૂશન સુધી કંપનીના નેટવર્કને બૂસ્ટ કરવાનું કામ કરશે. નેટવર્ક ડિપ્લૉયમેન્ટ બાદ એરટેલનું નેટવર્ક પણ યૂરોપિયન ટેલિકૉમ સ્ટાન્ડર્ડની જેમસ vPEGની જેમ થઈ જશે. એરિક્સનના આ નેટવર્ક ટેક્નોલૉજીના ડિપ્લૉયમેન્ટ બાદ એરટેલનું નેટવર્ક પહેલા કરતા સારું થઈ જશે અને યૂઝર્સને સારી સ્પીડ સાથે ડેટા આપવામાં આવશે.

એરટેલના ટીફ ટેક્નોલૉજી ઑફિસરે જણાવ્યું કે ભારત ઝડપથી ડેટા ક્ન્ઝ્યુમ કરનાર બજાર તરીકે ઉભરી રહ્યું છે. યૂઝર્સની રોજ રોજ વધતી જતી ડેટાની ડિમાન્ડને પૂરી કરવા માટે આપણે નવી ટેક્નોલોજીને અપનાવવું પડશે. અમે પોતાના યૂઝર્સને સારો ડેટા એક્સપીરિયન્સ આપવા માટે ઈનોવેટિવ ટેક્નોલૉજી પર કામ કરી રહ્યા છે. આ નવા ડેવલપમેન્ટ બાદ અમારા નેટવર્કનો ડેટા સુધરી જશે, જેના કારણે ડેટા કેપેસિટી વધી જશે. આ એજ ક્લાઉડ નેટવર્ક રેડી છે, જેના કારણે ડેટા પેકેટની સ્પીડ વધી જશે.

એરીક્સન યૂરોપીય દેશોમાં વર્ચ્યુઅલ ઈવોલ્વ્ડ પેકેટ ગેટવે સોલ્યૂશન પ્રોવાઈડ કરી રહ્યું છે, જે યૂરોપીય ટેલિકૉમ્યુનિકેશનના સ્ટાન્ડર્ડને ફૉલો કરે છે. આ સૉલ્યૂશન એજ કમ્પયુટિંગ અને કન્ટેનર મેનેજમેન્ટ કેપેબિલિટીથી સજ્જ છે જે મોબાઈલ બ્રોડબેન્ડને ઓપ્ટિમાઈઝ કરીને ઈન્ટરનેટ ઑફ થિંગ્સ સર્વિસ આપે છે. તમને જણાવી દઈએ કે એરટેલ 2017થી જ મલ્ટીપલ ઈનપુટ મલ્ટીપલ આઉટપુટ નેટવર્ક સૉલ્યુશન પોતાના યૂઝર્સને આપી રહ્યું છે. કંપનીએ પહેલા તેને બેંગલુરૂમાં ટેસ્ટ કરી. બાદમાં તેને અન્ય સર્કલ માટે પણ રોલ આઉટ કરવામાં આવી રહી છે. MIMOને પ્રી-5ઉG નેટવર્ક સૉલ્યૂશન અથવા તો 4.5G પણ કહેવામાં આવે છે. જેના કારણે યૂઝર્સને ડેટાની વધુ સ્પીડ મળી રહેશે.

airtel tech news