Asus બાદ હવે Intel એ પણ ડ્યુઅલ સ્ક્રીનવાળું લેપટેપ લોન્ચ કર્યું

12 June, 2019 11:31 PM IST  |  મુંબઈ

Asus બાદ હવે Intel એ પણ ડ્યુઅલ સ્ક્રીનવાળું લેપટેપ લોન્ચ કર્યું

હાલમાં જ તાઇવાનમાં પુરી થયેલી ક્મ્પ્યુટેક્સ 2019 ઇવેન્ટમાં જાણીતી કંપની ઇન્ટેલે માર્કેટમાં ફરી ધમાલ મચાવી દીધી છે. આસુસ બાદ ઇન્ટેલ કંપનીએ બે સ્ક્રીનવાળું લેપટોપ લોન્ચ કર્યું છે. આ લેપટોપમાં 12.3 ઇંચની બે સ્ક્રીન છે, જેમાં બીજી સ્ક્રીન કીબોર્ડવાળા ભાગ પર આપી છે. કંપનીનું માનવું છે કે, આવનારા સમયમાં બે સ્ક્રીનવાળા લેપટોપને લીધે ઘણી બધી વસ્તુ બદલાઈ જશે.


ઇન્ટેલના ડ્યૂઅલ સ્ક્રીન લેપટોપની રચના આસુસના લેપટોપ કરતાં અલગ છે. તેમાં લેપટોપની ઉપર અને નીચે એમ બંને જગ્યા પર
12.3 ઇંચ સ્ક્રીનવાળી ટચસ્ક્રીન ડિસ્પ્લે છે. નીચેવાળી ડિસ્પ્લેમાં વર્ચ્યૂઅલ્ કીબોર્ડ છે. યુઝર્સને કંપની વર્ચ્યૂઅલ્ કીબોર્ડ સિવાય બ્લૂટૂથ કીબોર્ડ પણ આપશે. લેપટોપની સાથે સ્ટાઇલસ પણ મળશે જેનાથી યુઝર્સ ડ્રોઈંગ અને રાઇટિંગ કરી શકશે. લેપટોપમાં ઇન્ટેલ કંપનીનું જ પ્રોસેસર હશે. જો કે, હજુ સુધી કંપનીએ લેપટોપની કિંમત કે સ્પેસિફિકેશન વિશે કોઈ ખુલાસો નથી કર્યો.

technology news