World Photography Day: આ ફોટો એડિટિંગ એપ્સ ફોટોને બનાવશે ખૂબસૂરત

19 August, 2019 04:47 PM IST  |  મુંબઈ

World Photography Day: આ ફોટો એડિટિંગ એપ્સ ફોટોને બનાવશે ખૂબસૂરત

આ ફોટો એડિટિંગ એપ્સ ફોટોને બનાવશે ખૂબસૂરત

ફોટોગ્રાફી કરતા સમયે ઘણીવાર એવું બને છે કે લાઈટ કે ઈફેક્ટકની કમી હોવાના કારણે ફોટોની ક્વૉલિટી એટલી સારી નથી આવતી જેટલી તમે આશા રાખો છો. એવામાં તમારે નિરાશ કરવાની જરૂર નથી પરંતુ તેના માટે તમે કેટલીક ફોટો એડિટિંગ એપની મદદ લઈ શકો છો. અમે તમને કેટલીક એવી ફોટો એડિટિંગ એપ્સની જાણકારી આપી રહ્યા છે જે તમારા ફોટોને ખૂબસૂરત બનાવી શકશો.

PicsArt Photo Studio
ફોટો એડિટિંગ માટે આ ખૂબ જ લોકપ્રિય એપ છે. એન્ડ્રોઈડ યૂઝર્સ માટે આ એપમાં અનેક ટૂલ્સ, ઈફેક્ટ્સ, કોલાજ, ફ્રેમ જેવા ફીચર્સ સામેલ છે. સ્ટીકર્સ અને ક્લિપઆર્ટ પણ એડ કરી શકાય છે.

Photo Editor Pro
આ એપમાં તમે કોઈ પણ ફોટોને ફિલ્ટર કરી શકો છો. સાથે જ ડબલ એક્સપોઝર, બ્લર બેકગ્રાઉન્ડ, કોલાજ મેકરની સુવિધા પણ તમને મળે છે. આ સિવાય તમે બોડી શેપ પણ આપી શકે છે.

Pixlr
જો તમે ફોટો એડિટ કરવાની સાથે તેને સોશિયલ મીડિયા પર શેર કરવા માંગો છો તો આ એપ બેસ્ટ છે. તે વાપરવામાં એકદમ સરળ છે.

આ પણ જુઓઃ વર્લ્ડ ફોટોગ્રાફી ડેઃ જુઓ આ અદ્ભૂત તસવીરો

PhotoDirector Photo Editor App
આ એપ યૂઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં તમારા ફોટોઝ એડિટ, રિસાઈઝ, એડ ફોટો એફએક્સ જેવા અનેક ફીચર્સનો ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં આ એપમાં શૂટ દરમિયાન લાઈવ કેમેરા ફિલ્ટરનો ઉપયોગ કરી શકાય છે.

tech news