Vivo V15 Pro Review: 48MP કેમેરો અને સુપરફાસ્ટ ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ

20 February, 2019 06:49 PM IST  | 

Vivo V15 Pro Review: 48MP કેમેરો અને સુપરફાસ્ટ ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ

Vivo V15 Pro લૉન્ચ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo V5 Pro આજે લૉન્ચ થઈ ગયો છે. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ રેર કેમેરો આપવામાં આવ્યો છે. આ વર્ષે 48 મેગાપિક્સલ કેમેરા સાથે આવનાર Xiomi, Oppo અને Huaweiના સ્માર્ટફોન્સને આ સ્માર્ટફોન પડકાર આપી શકે છે. Vivoએ ગયા વર્ષે પણ પૉપ-અપ સેલ્ફી કેમેરા સાથે Vivo Nex લૉન્ચ કર્યો હતો. સાથે જ ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર સાથે પોતાનો પહેલો સ્માર્ટફોન પણ લૉન્ચ કર્યો છે. કંપની શરૂઆતથી જ નવી ટૅક્નિકને પ્રોત્સાહન આપે છે. તો જાણો Vivo V15 Proમાં તમને કયા અલગ ફીચર્સ મળવાના છે.

ફોટાના શોખીન માટે છે આ ફોન ખાસ

પોપ-અપ કેમેરા ફીચર 

Vivo V15 Proનો કેમેરો આ ફોન માટે યૂએસપી છે, આમાં ટ્રિપલ રેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. તેના ટ્રિપલ રેર કેમેરામાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્વાય 8 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરો આપવામાં આવ્યો છે. આ વર્ષે ઘણા સ્માર્ટફોન નિર્માતાઓએ જોરદાર કેમેરા ફીચરવાળા સ્માર્ટફોન્સ લૉન્ચ કર્યા છે અને કરવાની તૈયારીમાં છે. Vivoના આ ડિવાઈસના કેમેરાથી લેવાયેલ તસવીરો ખૂબ જ સરસ આવે છે. આના ઓલ્ડ સ્કૂલ ઓપ્શનમાં તમે 48 મેગાપિક્સલ કેમેરામાંથી 4:3 આસ્પેક્ટ રેશિયો સાથે તસવીર લઈ શકો છો.

સેલ્ફી કેમેરાની વાત કરીએ તો Vivo અને Oppoએ પોતાના મિડ અને ફ્લેગશિપ ડિવાઈસમાં સારી સેલ્ફી લે છે. આ ડિવાઈસમાં પણ 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આમાં નૉચ ફિચર હટાવી દેવામાં આવેલ છે પણ સેલ્ફી માટે આ ડિવાઈસમાં Vivo Nexના જેમ જ પૉપ-અપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનના સેલ્ફી કેમેરાથી ખૂબ જ સ્મૂથ અને ક્રિસ્પ તસવીરો લઈ શકાય છે. આ સિવાય આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સથી લેસ બ્યૂટી મોડ ઑન કરીને તમે વધુ સારા ક્લીક્સ લઈ શકો છો.

કેવી છે બેટરી લાઇફ

Vivo V15 Pro Back 

બેટરીને લઈને તમને થોડી નિરાશા અનુભવાશે. આ ફોનમાં ક્વિક ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો નથી. ફોનને ફુલ ચાર્જ થવા માટે બે કલાકનો સમય લાગે છે જો કે બેટરી બેકઅપની વાત કરીએ તો ફોન એકવાર ફુલ ચાર્જ કર્યા પછી આ ડિવાઈસ આખો દિવસ કામ કરે છે.

કેવું છે પર્ફોર્મન્સ

વીવોના અન્ય ડિવાઈસની જેમ વીવો વી15 પ્રોમાં તમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સનું ખૂબ જ સારુ પ્રદર્શન જોવા મળશે. મલ્ટી ટાસ્કિંગ અને પર્ફોર્મન્સની બાબતે આ ફોન આશા કરતાં વધારે સારું પર્ફોર્મ કરે છે.

આ પણ વાંચો : ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝાઃ સ્માર્ટ ફોન્સ ખરીદવાની ઉત્તમ તક, મેળવો ભારે છૂટ

ખિસ્સાને પરવડે તેવી છે કિંમત

વીવો વી15 પ્રો 28,990 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કરવામાં આવ્યું છે, આ ડિવાઈસનો મુકાબલો Poco F1, OnePlus 6T સહિત મિડ રેન્જના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ સાથે છે. ફોનનો ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર, 48 મેગાપિક્સલ રેર કેમેરો અને 32 મેગાપિક્સલનું પોપ-અપ સેલ્ફી કેમેરો આ ડિવાઈસને વધારે સારો બનાવે છે.

life and style tech news