બદલાઈ રહ્યા છે કેબલના નિયમ, જાણો કેવી રીતે પસંદ કરશો બેસ્ટ પેક્સ ?

20 January, 2019 11:48 AM IST  | 

બદલાઈ રહ્યા છે કેબલના નિયમ, જાણો કેવી રીતે પસંદ કરશો બેસ્ટ પેક્સ ?

નિયમ બદલાય તે પહેલા પસંદ કરો ગમતી ચેનલ્સ

TRAIએ કેબલ ટીવી માટે નવા નિયમો જાહેર કર્યા છે. ટ્રાયના નવા નિયમ મુજબ હવે તમારે માત્ર એ જ ચેનલોના પૈસા ચૂકવવા પડશે. એટલે હવે દરેક ચેનલ માટે ફેર પ્રાઈઝિંગ મોડલ્સ લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેબલ ટીવી માટેનો આ નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થઈ રહ્યો છે. તો જાણીએ કેવી રીતે તમે સસ્તી અને બેસ્ટ ચેનલ પસંદ કરી શક્શો.

બેઝ પેક્સ

કોઈ પણ ચેલન પસંદ કરતા પહેલા તમને એ ખ્યાલ હોવો જોઈએ કે બેઝ પેક શું હોય છે ? કારણ કે બેઝ પેક દરેક દર્શક માટે જરૂરી હોય છે. આ બેઝ પેક માં 100 નોન એચ ડી ફ્રી ટુ એર ચેનલ મળે છે. બેઝ પેકની વધુમાં વધુ કિંમત 130 રૂપિયા નક્કી કરાઈ છે. જો કે ટેક્સ અલગથી ચૂકવવો પડશે. એરટેલના બેઝ પેકની કિંમત માત્ર 99 રૂપિયા છે.

બુકે ચેનલ્સ

બેઝ પેક ઉપરાંત તમે તમારી પસંદના પેઈડ બુકે ચેનલ્સ પસંદ કરી શકો છો. આ તમામ બુકે પેઈડ ચેનલ્સ માટે વ્યક્તિગત માસિક રેટ નક્કી કરાયા છે. જો તમે આ બુકે ચેનલ્સનું કોમ્બો સબસ્ક્રાઈબ કરો છો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે. તમે બુકે ચેનલ્સ ભાષા કે વિસ્તારના આધારે પસંદ કરી શક્શો. બુકે ચેનલ્સને તમે બેઝ પેક સાથે પણ લઈ શકો છો. એક માત્ર બુકે ચેનલ સબસ્ક્રાઈબ કરવાને બદલે તમે એક સાથે 9 બુકે ચેનલ્સ સબક્રાઈબ કરશો તો સસ્તું પડશે.

ચેનલની પસંદગી

બેઝ પેક કે બુકે પેકમાં તમારી પસંદની ચેનલ લેવી સૌથી મહત્વની છે. તમે તમારા માસિક બજેટ પ્રમાણે એસડી કે એચડી ચેનલ્સ આ બુકે અને બેઝ પેકમાં પસંદ કરી શકો છો. કેટલાક બ્રોડકાસ્ટર્સના 535 ફ્રી ટુ એર ચેનલ્સ અને 330 પેઈડ ચેનલ્સ રજિસ્ટર્ડ છે. તો તમે નક્કી કરી લો કે તમારે કઈ ચેનલ જોવી છે અને તે તમારા બજેટમાં છે કે નથી.

આ પણ વાંચોઃ Republic Day Sale:Realme 2 Pro, Realme C1, Realme U1 પર મળશે ડિસ્કાઉન્ટ

31 જાન્યુઆરી છે ડેડલાઈન

દર્શકોને પોતાની ગમતી ચેનલ નક્કી કરવા માટે ટ્રાઈએ 31 જાન્યુઆરીની ડેડનલાઈન આપી છે. 31 જાન્યુઆરી 2019 સુધી તમે આ ચેનલ્સ પસંદ કરી શકો છો. જો તમે તમારી પસંદની ચેનલ નક્કી નહીં કરો તો તમને માત્ર બેઝ પેક મળશે. એટલે તમારા કેબલ ઓપરેટર કે ડીટીએચ સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરીને તમારા પેક્સ પસંદ કરી લો.