Republic Day Sale:Realme 2 Pro, Realme C1, Realme U1 પર મળશે ડિસ્કાઉન્ટ

18 January, 2019 12:36 PM IST  | 

Republic Day Sale:Realme 2 Pro, Realme C1, Realme U1 પર મળશે ડિસ્કાઉન્ટ

ડિસ્કાઉન્ટનો ઉઠાવો લાભ

એમેઝોન અને ફ્લિપ કાર્ટ બંને પર રિપબ્લિક ડે સેલ 20 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સેલમાં જુદા જુદા સ્માર્ટ ફોન પર ડિસ્કાઉન્ટ મળશે. બંને ઈકોમર્સ વેબસાઈટ પર આ સેલ 23 જાન્યુઆરી સુધી ચાલશે. તો એમેઝોન પ્રાઈમ યુઝર્સ માટે આ સેલ 19 જાન્યુઆરી એટલે કે આવતીકાલ રાત્રે 8 વાગ્યથી શરૂ થશે. તો ફ્લિપકાર્ટ પ્લસ યુઝર્સ માટે પણ સેલ 19 જાન્યુઆરી રાત્રે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. આ ઉપરાંત યુઝર્સ Realme.com પરથી પણ સ્માર્ટફોન્સ ડિસ્કાઉન્ટમાં ખરીદી શકે છે.

Realme 2 Pro

આ સ્માર્ટ ફોન પર 1 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટ ફોનના 4 જીબી રેમ વેરિયન્ટને તમે 13,999ની કિંમતે ખરીદી શકો છો. તો 8 જીબી રેમ વેરિયન્ટ વાળો સ્માર્ટ ફોન 17,990ની કિંમતમાં મળી રહ્યો છે.

Realme U1

કંપનીના સૌથી લેટેસ્ટ સ્માર્ટ ફોન Realme U1 પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર પણ 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટ ફોનનું 3 જીબી રેમ વેરિયન્ટ 11,999માં તો 4 જીબી રેમ વેરિયન્ટ 14,999માં મળશે.

Realme C1

Realmeનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન Realme C1 પણ ડિસ્કાઉન્ટમાં મળશે. આ સ્માર્ટ ફોન પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોન તમે 7,499માં ખરીદી શક્શો.

આ પણ વાંચોઃ Vodafoneએ લૉન્ચ કર્યો Jioથી પણ સસ્તો પ્લાન, વર્ષમાં એક જ વાર કરાવવું પડશે રીચાર્જ

બેન્ક ડિસ્કાઉન્ટ

Realme 2 Pro અને Realme C1 ખરીદવા ઈચ્છતા ગ્રાહકો તો SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશે તો વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. તો Realme C1 ખરીદનાર ગ્રાહકોજો HDFC બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે તો આ સ્માર્ટ ફોનની ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહ્યું છે.