માઈક્રોસોફ્ટ લાવ્યું છે દુનિયાની પ્રથમ AI દ્વારા બનાવાયેલી વ્હિસ્કી

17 May, 2019 11:25 AM IST  | 

માઈક્રોસોફ્ટ લાવ્યું છે દુનિયાની પ્રથમ AI દ્વારા બનાવાયેલી વ્હિસ્કી

હવે પીવા મળશે AI દ્વારા બનાવાયેલી વ્હિસ્કી

હજારો વર્ષોથી લોકો વ્હિસ્કીનો સ્વાદ લઈ રહ્યા છે. પરંતુ હવે newsbytesapp.comના રીપોર્ટ પ્રમાણે આવી ગઈ છે દુનિયાની પહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનાવવામાં વ્હિસ્કી. આ વ્હિસ્કી આ વર્ષે બજારમાં મળતી થઈ જશે. ત્યારે જાણો શું છે આ વ્હિસ્કીની ખાસિયત.

કેવી રીતે બનાવવામાં આવે છે?
માઈક્રોસોફ્ટ ફોરકાઈન્ડ અને સ્વીડનની એક જાણીતી કંપની મેકમાયરા સાથે કામ કરી રહ્યું છે. જેઓ સાથે મળીને પહેલી આવા પ્રકારની વ્હિસ્કી બનાવી રહ્યા છે. આ સિસ્ટમ મેકમાયરાએ અત્યાર સુધીમાં બનાવેલી વ્હિસ્કીનો અભ્યાસ કરી રહી છે અને તેના આધારે વ્હિસ્કીની નવી રેસિપી સાથે સામે આવશે. કંપનીને લાગે છે કે આ પ્રયોગ સફળ રહેશે અને લોકોને પણ પસંદ આવશે.

વ્હિસ્કી બનાવવી આસાન નથી
વ્હિસ્કી બનાવવી આસાન નથી. તેને બનાવવાની પ્રોસેસ પણ ખૂબ જ લાંબી છે. જે લાકડાના કાસ્કમાં વ્હિસ્કી સ્ટોર કરવામાં આવે છે તે પણ ખૂબ જ મહત્વનું છે. આ કાસ્ક વ્હિસ્કીના ફ્લેવર પર અસર કરે છે.

અને અહીં ટેક્નોલોજી મદદે આવે છે. ટેક્નોલોજી આ પ્રોસેસને સાદી અને સરળ બનાવે છે. આ સિસ્ટમમાં મેકમાયરાની રેસિપી, ડેટા, કસ્ટમરને કઈ વસ્તુ પસંદ પડે છે તે ઈનપુટ આપવામાં આવે છે. અને તે રેસિપી આપે છે.

આ પણ વાંચોઃ ભારતીય મૂળના આ CEOsનો અમેરિકામાં ડંકો, અનેક ગણો વધાર્યો કંપનીઓનો નફો

સિસ્ટમ આપશે વ્હિસ્કીની નવી ફ્લેવર્સ
સિસ્ટમની સ્પીડ અને ડેટા પ્રોસેસિંગ ક્ષમતાના કારણે માઈક્રોસોફ્ટ કહે છે કે, આ સિસ્ટમ વ્હિસ્કીના એવા નવા ફ્લેવર્સ શોધવામાં મદદ કરશે જે આ પહેલા ક્યારેય નહોતા.

microsoft tech news