JioPhone Gift Card : New yearના અવસરે મળી શકે છે 100ટકા કૅશબૅકની ભેટ

02 January, 2019 02:58 PM IST  | 

JioPhone Gift Card : New yearના અવસરે મળી શકે છે 100ટકા કૅશબૅકની ભેટ

જિયોફોન ગિફ્ટ કાર્ડ

ટેલિકૉમ કંપની Reliance Jioએ યુઝર્સને નવા વર્ષની આપી ભેટ. કંપનીએ યુઝર્સ માટે JioPhone Gift Card જાહેર કર્યો છે. જેની કિંમત 1,095 રૂપિયા છે. આ કેવળ JioPhone માટે વેલિડ છે. જેનો ઉપયોગ JioPhone 2 માટે નહીં કરી શકાય. આ ગિફ્ટ કાર્ડ દ્વારા યુઝર્સ 501 રૂપિયામાં JioPhone ખરીદી શકશે. જો તમે ત્રણ વર્ષમાં આ ફોન પાછો આપી દેશો તો તમને તમારા પૈસા રિફંડ કરી દેવામાં આવશે. આનો અર્થ એ છે કે તમને આ ફોન મફતમાં મળી જશે.

જાણો કેવી રીતે કરશો ગિફ્ટ કાર્ડનો ઉપયોગ :

JioPhone Gift Cardને માત્ર જિયો મોન્સુન હંગામા ઑફર સાથે વાપરી શકાશે. આ ઑફરમાં યુઝર્સ501 રૂપિયામાં JioPhone ખરીદી શકશે. જો કે તેની માટે તેમણે પોતાનો કોઈપણ જૂનો ફિચર ફોન કંપનીને આપવો પડશે. આ સિવાય JioPhone Gift Cardમાં 594 રૂપિયાની રિચાર્જ વેલ્યુ પણ રહેશે. આ અંતર્ગત યુઝર્સને 99 રૂપિયાનું દરેક રિચાર્જ 6 મહિના સુધી (99*6=594) મળશે. આમાં વૉઈસ અને ડેટા બેનિફિટ્સ પણ આપવામાં આવશે.

JioPhoneના ફિચર્સ :

આ ફોન સિંગલ સિમ સપોર્ટ કરે છે. આ ફોનમાં 2.4 ઈન્ચનું QWVGA ડિસ્પ્લે અપાયું છે જેનું પિક્સલ રિઝોલ્યુશન 240x320 છે. આ ફોન 1.2 ગીગાહર્ટ્ઝ સ્પ્રેક્ટ્રમ SPRD 9820A/QC8905 ડ્યુઅલ કોર પ્રોસેસર અને 512MB રેમ લેસ છે. ગ્રાફિક્સ માટે આ ફોનમાં માલી-400 જીપીયૂ ઈન્ટીગ્રેટેડ છે. સાથે જ 4જીબી ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. બેઝિક ફોટોગ્રાફી માટે આમાં 2 મેગાપિક્સલનો રેર કૅમેરો આપવામાં આવ્યો છે. ત્યાં, ફ્રંટ પેનલ પર VGA કૅમેરો આપેલો છે.

 

આ પણ વાંચો : Reliance Jio આ યુઝર્સને આપશે free કનેક્શન, માત્ર 99 રૂપિયામાં મળશે બધી સુવિધાઓ

 

જાણો Jio Happy New Year offer 2019 વિશે :

યુઝર્સને AJIO કૂપન્સ તરીકે મળશે. તેને AJIO પર ચાલતાં ઑફર્સ સાથે રીડિમ કરી શકાય છે. આ કૂપન્સ યુઝર્સને માયજિયો ઍપના MyCoupons સેક્શનમાં મળશે. તેનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ઓછામાં ઓછી 1,000 રૂપિયાની શોપિંગ કરવી પડશે. આ ઑફર 31 જાન્યુઆરી 2019 સુધી અવેલેબલ છે.

reliance