ભારતે લોન્ચ કર્યો નવો સંચાર ઉપગ્રહ GSAT-31

06 February, 2019 06:38 PM IST  | 

ભારતે લોન્ચ કર્યો નવો સંચાર ઉપગ્રહ GSAT-31

GSAT-31 સફળતાપૂર્વક લોન્ચ

ભારતે આજે નવો સંચાર ઉપગ્રહ GSAT-31ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. GSAT-31ને ISROએ યૂરોપિયન કંપની અરિયનસ્પેશની મદદથી આજે લોન્ચ કર્યો હતો. GSAT-31 લોન્ચ થવાના કારણે ટીવી અપલિંકિંગ ડીટીએચ અને એટીમ સુવિધાઓ સધરશે.

GSAT-31ની ખાસિયતો

- GSAT-31 15 વર્ષ સુધી અતંરીક્ષમાં સેવા આપશે. આ ઉપગ્રહનું વજન 2,535 કિલોગ્રામ છે. GSAT-31 ભારતનો 40મો ઉપગ્રહ છે. આ સેટેલાઈટની મદદથી મોબાઈલ નેટવર્કમાં સુધારો આવશે અને કોલ ડ્રોપની સમસ્યાઓ પણ ઓછી થશે. આ સાથે જ આ ઉપગ્રહનો ઉપયોગ સ્ટોક એક્સચેન્જમાં પણ કરવામાં આવશે. આ ઉપગ્રહનો સૌથી વધુ ઉપયોગ અરબ સાગર, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના વિસ્તારોમાં કરાશે.

- અતંરીક્ષમાં રહેવા માટે GSAT-31ને 4.7 કિલોવૉટ પાવરની જરૂર પડશે. આ ઉપગ્રહમાં ફ્રિક્વન્સી કવરેજ અને ઑર્બિટલ લોકેશનને ધ્યાનમાં રાખીને વધારે ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સાથે કેયૂ બૈંડ સ્પેક્ટ્રમના કેટલાક ભાગનો પહેલી વાર ભારતીય ઉપગ્રહોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: મેડિકલ ક્ષેત્રની આ ટેક્નીકથી સર્જરીના ખર્ચમાં થશે 70 ટકાનો ઘટાડો

 

 - GSAT-31 સેટેલાઈટને ISROના પરિષ્કૃત I-2 બેઝ પર સ્થાપિત કરવામાં આવ્યો છે અને આ ઉપગ્રહને અરિઅન-5 લોન્ચ વ્હીકલ દ્વારા અંતરીક્ષમાં મોકલવામાં આવ્યો હતો. GSAT-31 સાથે સાઉદી અરબનો જિયોસ્ટેશનરી સેટેલાઈટ 1 પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.

isro