હજી નથી બનાવ્યું વોટર્સ આઈડી, તો ઓનલાઈન કરો અપ્લાય

21 March, 2019 09:12 PM IST  | 

હજી નથી બનાવ્યું વોટર્સ આઈડી, તો ઓનલાઈન કરો અપ્લાય

રાજ્યમાં 23 તારીખે લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. વોટ આપવા માટે તમારી પાસે વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે. વોટર આઈડી કાર્ડ વગર મતદાન કરી નથી કરી શકાતું. ચૂંટણી પંચ દેશના નાગરિકોને ઓનલાઈન વોટર રજિસ્ટ્રેશનની સુવિધા પણ આપે છે, જો તમારે પણ આ વખતે પહેલીવાર મત આપવાનો છે અને તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી. તો તમે પણ ઓનલાઈન અરજી કરીને વોટર આઈડી કાર્ડ બનાવડાવી શકો છો. સામાન્ય મતદાર તરીકે નોંધણી કરાવવા માટે તમારે ફોર્મ 6 ભરવું પડશે. આ માટે તમારે NVSPની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરવી પડશે.

આ બાબતો છે જરૂરી

- તમે ભારતના નાગરિક હોવા જોઈએ
- 1 જાન્યુઆરી 2019 પહેલા 18 વર્ષ પૂરા થયા હોવા જોઈએ
- તમારે જે વિસ્તારનું મતદાર કાર્ડ જોઈતું હોય ત્યાં રહેઠાણ જરૂરી છે.
- મતદાન તરીકે નોંધણી કરાવવા તમે અયોગ્ય ન હોવા જોઈએ.

આ રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો

- સૌથી પહેલા www.nvsp.in પર જાવ
- હોમપેજ પર Apply online for registration of new voters પર ક્લિક કરો. જેમાં Form 6 પર ક્લિક કરો.
- ફોર્મમાં માગેલી ડિટેઈલ્સ ભરો. અહીં તમારી માહિતી, એડ્રેસ સહિત કેટલાક ડોક્યુમેન્ટસ આપવા જરૂરી છે.
- ડિટેઈલ્સ ભર્યા બાદ તમામ માહિતી એક વખત વાંચી લો.
- છેલ્લે ડિક્લેરેશનના બોક્સમાં ક્લિક કરો.
- તમામ ડિટેઈલ્સ અને ડોક્યુમેન્ટસ વેરિફાઈ થયા બાદ તમારું વોટર આઈડી બની જશે.

આ રીતે અરજી કર્યા બાદ મતદારો એપ્લિકેશન સ્ટેટસ પણ ચેક કરી શકે છે.

આ પણ વાંચોઃ આવી ગઈ છે લેટેસ્ટ સિસ્ટમ Android Q, આમ તમારા સ્માર્ટફોનમાં કરો ઈન્સ્ટોલ

કયા યુઝર્સે કયું ફોર્મ ભરવું પડશે

સામાન્ય મતદારોએ ફોર્મ 6 ભરવું પડશે. આ ફોર્મ એ મતદારો માટે છે જે પહેલીવાર વોટર આઈડી કાર્ડ બનાવી રહ્યા છે અથવા તો જે મતદારો બીજા રાજ્યમાં શિફ્ટ થઈ રહ્યા હોય તેમના માટે જ છે. જો તમે NRI મતદાતા છો તો ફોર્મ 6 એ ભરવું પડશે. જો તમારે વોટિંગ કાર્ડમાં કોઈ પરિવર્તન કરવું હોય કે ફેરફાર કરાવવો હોય તો ફોર્મ 8 ભરવું પડશે. એક જ રાજ્યમાં બીજી જગ્યાએ શિફ્ટ થવા માટે ફોર્મ 8 એ ભરવું જરૂરી છે.

 

Election 2019 tech news