Google Pay હવે અપાવશે નોકરી, આવી ગયું નવું ફીચર

22 September, 2019 02:40 PM IST  |  મુંબઈ

Google Pay હવે અપાવશે નોકરી, આવી ગયું નવું ફીચર

કેટલાક દિવસો પહેલા યોજાયેલા Google for Indiaમાં કંપનીએ પોતાના પ્લેટફોર્મને ભારતીય યુઝર્સ માટે ફ્રેન્ડ્લી બનાવતા હિન્દીમાં વોઈસ આસિસ્ટન્સ ક્વેરી સહિતના ફીચર્સ આપ્યા છે. કંપનીએ આ ઈવેન્ટમાં હિન્દીના દબદબા અને ભારતીય યુઝર્સ દ્વારા ગૂગલ પ્રોડક્ટ્સના ઉપયોગ વિશે વાત કરી હતી. હાલ ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં જબરજસ્ત વધારો થઈ રહ્યો છે. ટિયર 1, અને ટિયર 2 શહેરો ઉપરાંત ટિયર 3 શહેરોમાં પણ ઈન્ટરનેટ અને સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા વધી રહી છે.

Google For India આ વર્ષની પાંચમી એન્યુઅલ ઈવેન્ટમાં કંપનીએ સર્વિસ એપ Google Payમાં એક એન્ટ્રી લેવલ Job Search ફીચર ઓપ્શન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફીચર દ્વારા યુઝર્સ હવે Google Pay પર નોકરી પણ શોધી શક્શે. તમને જણાવી દઈએ કે Google Job Search ફીચર લાંબા સમય પહેલા જ લૉન્ચ થઈ ચૂક્યુ છે. હવે આ ફીચરને Google Pay સાતે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે. Google જોબ સર્ચ ફીચર તમને એ જોબ્સના ઓપ્શન વિશે માહિતી આપશે, જેવી તમે શોધી રહ્યા છો.

Google Pay માં આ ફીચરને ઈન્ટીગ્રેટ કર્યા બાદ યુઝર્સ કોઈ પણ પ્રકારની પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ એન્ટ્રી લેવલને જોબ અહીંથી સર્ચ કરી શક્શે. Googleએ આપેલી માહિતી પ્રમાણે આ ફીચર ફક્ત બેઝિક જોબ્સ સર્ચ કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે. સાથે જ યુઝર્સ તેમાં પાર્ટ ટાઈમ જોબ્સ પણ સર્ચ કરી શક્શે. આ માટે Google એ સંખ્યાબંધ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. Google Pay એપમાં આ ફીચર એક ઓપ્શન તરીકે જોડાશે, જેમાં યુઝર્સ પોતાનું પ્રોફાઈલ બનાવી શક્શે. અને પ્રોફાઈલમાં યુઝર્સ પોતાના એજ્યુકેશનની સાથે સાથે એક્સપિરીયન્સની માહિતી પણ લખી શક્શે. બાદમાં યુઝર્સ ઈચ્છે તો તેને CV તરીકે ડાઉનલોડ કરી શક્શે.

આ પણ વાંચોઃ જલ્દી જ 11 ડિજિટનો થઈ શકે છે તમારો મોબાઈલ નંબર, જાણો તમામ માહિતી

Google Pay માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદથી આ ફીચરને અનેલબલ કરી શકાશે, જે તમારી પસંદગી પ્રમાણેના જોબના ઓપ્શન બતાવશે. આ ઉપરાંત તમને રેકમન્ડેશન પણ આપશે, જેની મદદથી તમે જોબ સર્ચ કરવામાં અને અપ્લાય કરવામાં મદદ થશે.

google tech news technology news business news