ફેસબુક ચૂકવશે 39 હજાર કરોડનો દંડ, આ છે કારણ

24 July, 2019 06:17 PM IST  |  મુંબઈ

ફેસબુક ચૂકવશે 39 હજાર કરોડનો દંડ, આ છે કારણ

યુઝર્સની પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવા મામલે સોશિયલ મીડિયા કંપની ફેસબુક 39 હજાર કરોડનો દંડ ભરવા જઈ રહી છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને બ્રિટિશ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા થયેલી ડેટા ચોરી મામલે ફેસબુકને આ દંડ ફટકાર્યો હતો. કેમ્બ્રિજ એનાલિટિકાએ લાખો ભારતીય સહિત 8 કરોડતી વધુ ફેસબુક યુઝર્સનો ડેટા ભેગો કર્યો હતો, બાદમાં આ ડેટાનો ઉપયોગ 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવામાં થયો હતો.

ઉલ્લેખનીય છે કે FTC આ મહિને શરૂઆતમાં જ ફેસબુક પર દંડ ફટકારાયો હતો. આ ચુકાદાને એજન્સીમાં બે સામે ત્રણ વોટથી મંજૂરી અપાઈ હતી. પ્રાઈવસીના ભંગ મામલે કોઈ પણ ટેક ફર્મને FTCએ ફટકારેલો આ સૌથી મોટો દંડ છે. કેમ્બ્રિજ એનાલિટકિા ઉપરાંત પણ ફેસબુકને યુઝર્સની પ્રાઈવસી તેમજ ડેટા સુરક્ષામાં ખામીને લઈ આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.

પહેલા પણ થઈ ચૂક્યો છે દંડ

પ્રાઈવસીના ઉલ્લંઘન મામલે ફેસબુકને આ પહેલા પણ દંડ થઈ ચૂક્યો છે. ગત વર્ષે બ્રિટિશ ઈન્ફોર્મેશન મિનિસ્ટ્રીએ પણ ફેસબુકને 5 લાખ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. આ દંડ પણ કેમ્બ્રિજ એનાલિટિકાના ડેટા ચોરી કેસમાં ફેસબુકની ભૂમિકા માટે ફટકારવામાં આવ્યો હતો.

કેવી રીતે ડેટાની થાય છે ચોરી ?

આખા વિશ્વમાં સ્માર્ટ ફોન યુઝર્સ વધી રહ્યા છે. તમામ સ્માર્ટ ફોન યુઝર્સ ફેસબુકનો ઉપયોગ પણ કરે જ છે. ફેસબુકનો ઉપયોગ કરવાને કારણે તમારી અંગત માહિતી ફેસબુક સુધી સહેલાઈથી પહોંચી શકે છે. ફેસબુક અકાઉન્ટ લોગ ઈન કરતા જ તમારી તમામ માહિતી સ્માર્ટ ફોનમાં સાઈન્ક્રોનાઈઝ થઈ જાય છે.

આ પણ વાંચોઃ Mittal Tankaria: ગ્રીસમાં મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડમાં ભાગ લેશે આણંદની આ યુવતી

આ ઉપરાંત તમે જ્યારે કોઈ નવી એપ ડાઉનલોડ કરો ત્યારે સાઈન ઈનનો ઓપ્શન આવે છે. મોટા ભાગના એપ્સ શરૂ થતા પહેલા તમને GMail અકાઉન્ટ કે ફેસબુક અકાઉન્ટથી જ લોગ ઈન માગે છે, જેવા તમે આ એપ્સમાં લોગ ઈન કરો ત્યાં સુધી તમારા અકાઉન્ટસની તમામ માહિતી એપ્સને મળી જાય છે.

facebook tech news