PUBGને પડકારવા આવી ગઇ છે નવી ગેમ Apex Legends, જાણો 5 મહત્વની વાતો

17 February, 2019 07:27 PM IST  | 

PUBGને પડકારવા આવી ગઇ છે નવી ગેમ Apex Legends, જાણો 5 મહત્વની વાતો

ફાઇલ ફોટો


લોકપ્રિય વીડિયો ગેમ બનાવતી કંપની ઇલેક્ટ્રોનિક આર્ટ્સની લેટેસ્ટ બેટલ ગેમ એપેક્સ લિજેન્ડ્સ (Apex Legends) થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવી છે. આ ગેમ PUBGને પડકાર આપવા માટે લોન્ચ કરવામાં આવી છે. આ ગેમને પહેલા અઠવાડિયામાં જ 2.5 કરોડ પ્લેયર્સે રમી છે. આ ગેમને 4 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવી હતી. કંપનીની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ગેમ્સમાં એપેક્સ લિજેન્ડ્સ સામેલ થઈ ચૂકી છે. લોન્ચ પહેલા જ આ ગેમને 1 કરોડ લોકોએ રજિસ્ટર કરાવી.

એપેક્સ લિજેન્ડ્સના કેરેક્ટર્સ


એપેક્સ લિજેન્ડ્સને PUBGની જેમ જ શ્રેષ્ઠ ગેમપ્લે અને ગ્રાફિક્સ સાથે બનાવવામાં આવી છે. અનેક રીતે એપેક્સ લિજેન્ડ્સ પબજીને પડકાર આપે છે. આવો જાણીએ આ ગેમ સાથે જોડાયેલી પાંચ મહત્વપૂર્ણ વાતો

1. એપેક્સ લિજેન્ડ્સને કોન્સોલ અને કોમ્પ્યુટર પર રમી શકાય છે. આ ઉપરાંત આ ગેમ PUBGની જેમ જ ફ્રી ટુ પ્લે છે. તેને તમને સોની પ્લેસ્ટેશન 4 અને એક્સબોક્સ વન ઉપરાંત પર્સનલ કોમ્પ્યુટર પર રમી શકો છે.

2. એપેક્સ લિજેન્ડ્સનો ગેમપ્લે ટાઇટનફોલ યુનિવર્સની જેમ ડેવલપ કરવામાં આવ્યો છે. તે પહેલાની જેમ જ ટાઇટનફોલ ફેનબેઝ પર કામ કરે છે.

3. પબજી અને ફોર્ટનાઇટની જેમ જ એપેક્સ લિજેન્ડ્સમાં પણ તમને આપવામાં આવેલા સેટ ઑફ પ્લેયર્સમાં કોઇ એકને પસંદ કરવાનું રહેશે. એપેક્સ લિજેન્ડ્સમાં કુલ 8 કેરેક્ટર્સ છે જેમાં બેંગલોર એક પ્રોફેશનલ સોલ્જર છે જે સ્મોક લોન્ચર અને થંડરને જનરેટ કરી શકે છે. આ ઉપરાંત એક કેરેક્ટર બ્લડહાઉન્ડ છે જે એક ટેક્નિકલ ટ્રેકર છે.

4. આ કેરેક્ટર્સની પસંદગી કર્યા પછી જ બે પ્લેયર્સ મળીને એક સ્ક્વૉડ ક્રિએટ કરી શકે છે.

5. આ ગેમની સીઝન માર્ચથી શરૂ થશે. ફોર્ટનાઇટની જેમ એપેક્સ લિજેન્ડ્સના પ્લેયર્સ કોઇપણ નવા કેરેક્ટરને અનલોક કરી શકે છે. તેમાં તમને ફ્રેશ વેપન્સ નવી સીઝનમાં મળશે.