5Gથી બદલાશે ડિજિટલ ઈન્ડિયાની તસવીર,2025 સુધીમાં 70 મિલિયન લોકો કરશે યુઝ

21 August, 2019 06:03 PM IST  |  દિલ્હી

5Gથી બદલાશે ડિજિટલ ઈન્ડિયાની તસવીર,2025 સુધીમાં 70 મિલિયન લોકો કરશે યુઝ

ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી અને ફોરજીના ઉપયોગ બાદ તેની વૃદ્ધિ ઝડપથી થઈ રહી છે. ટેલિકોમ સેક્ટર કેટલાક એવા સેક્ટરમાંના એક છે, જેમાં 2016 બાદ ટેક્નોલોજી મામલે ઘણા પરિવર્તન આવ્યા છે. અને આગામી સમયમાં આવવાના છે. આજના સમયમાં ભારતીયોના મોબાઈલ ડેટાનો ઉપયોગ કરવાની પ્રક્રિયામાં ખૂબ જ પરિવર્તન આવી રહ્યા છે. ડેટા યુઝ મામલે ફક્ત ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં એટલે કે ગ્લોબલી તૈયારી થઈ રહી છે. 2020માં 5જી ટેક્નોલોજી કમર્શિયલી આવ્યા બાદ તેમાં વધુ પરિવર્તન આવશે. ચાલો જોઈએ 5જી અને 4જી, ડેટા યુસેઝ, વાયરલેસ કનેક્ટિવિટી મામલે શું પરિવર્તન આવશે ? અને તેના શું ફાયદા થશે ?

5G મોબાઈલ નેટવર્ક નેક્સ્ટ જનરેશન ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ થવાનું છે. 5જી સેલ્યુલર ટેક્નોલજીમાં કોઈ જ અડચણ વિના કવરેજ મળશે, સાથે જ સારી કનેક્ટિવિટી, ડેટા રેટમાં વધારો અને સારું કમ્યુનિકેશન પણ મળશે. ફાસ્ટ ઈન્ટરનેટ ઉપલબ્ધ થવાની સાથે સાથે 5જી અબજો IoT ડિવાઈસિઝને કનેક્ટ કરશે. વ્હાઈટ પેર અનુસાર ભારતમાં 2020 સુધીમાં 5જી લૉન્ચ થઈ શકે છે.

આ દેશમાં 2035 સુધી લગભગ 1 ટ્રિલિયન યુએસ ડૉલરનો આર્થિક પ્રભાવ પડશે. એરિક્સનનું અનુમાન છે કે 5જી આવ્યા બાદ ભારતમાં ડિજિટલ ક્રાંતિ આવશે. ભારતમાં ડિજિટલ ક્રાંતિ દ્વારા 2026 સુધી 27 બિલિયન યુએસ ડૉલરથી વધુની રેવન્યુ જનરેટ કરવાની ક્ષમતા છે. ભારતમાં 5જી કનેક્શન 2025 સુધી 70 મિલિયનથી જેટલા થઈ જશે.

ભારતમાં 2020 સુધી અનુમાનિત ડેટા યુઝ

ટેલિકોમ સેવા આપતી કંપનીઓ જેટલી મોટા પ્રમાણમાં ડેટા ઓફર કરી રહી છે, તેને કારણ ડેટાનો વપરાશ વધ્યો છે. આગામી 2 વર્ષમાં તેના 200 ટકા વધારાની સંભાવના છે. 2020 સુધીમાં અંદાજિત 100 બિલિયન જીબી પ્રતિ વર્ષ સુધી પહોંચી શકે છે. 2014માં ડેટા યુઝ 848 મિલિયન જીબી હતો જે 2018માં વધીને 46,404 મિલિયન જીબી થઈ ગયો છે. પાછલા કેટલાક વર્ષોમાં જે રીતે આ વધારો થયો છે, તે જોતા આગળની વૃદ્ધિનું અનુમાન લગાવાયું છે. અંદાજ પ્રમાણે 5જી ડેટા સ્પીડ ખૂબ જ ઝડપી હશે, જેનાથી ડેટાની ખપત પણ વધશે. એટલે 2022માં 5જી કનેક્શન લગભગ 22 ગીગાબાઈટ્સ ડેટા પ્રતિ મહિને જનરેટ કરશે. 4જી કનેક્શન દ્વારા 8 ગીગાબાઈટ્સ પ્રતિ મહિને લગભગ 3 ગણા વધુ છે.

national news life and style