આધાર કાર્ડને પાન કાર્ડ સાથે 6 દિવસમાં નહીં જોડો તો થશે આટલું નુકસાન

24 September, 2019 08:59 PM IST  |  મુંબઈ ડેસ્ક

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે 6 દિવસમાં નહીં જોડો તો થશે આટલું નુકસાન

આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિન્ક કરવાની છેલ્લી તારીખ છે 30 સપ્ટેમ્બર

30 સપ્ટેમ્બર સુધી આધાર કાર્ડને હવે પાનકાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી કરવામાં આવ્યું છે. તમારી પાસે હવે આ માટે લગભગ 6 દિવસનો સમય બચ્યો છે. જો તમે આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી પોતાના પાન કાર્ડ સાથે જોડાયેલું કામ ન કર્યું તો તમારું કાર્ડ ચાલશે નહીં અને તમે ઇન્કમ ટેક્સ રિટર્ન, રોકાણ અથવા લોન વગેરે સાથે જોડાયેલું કોઈ પણ કામ નહીં કરી શકો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મની લોન્ડ્રિંગ (પીએમએલએ) કાયદા હેઠળ બેંક અકાઉન્ટ, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી કરી દીધું છે. આવું નહીં કરવા પર પાનકાર્ડ અમાન્ય જાહેર કરી દેવામાં આવશે. તેમાંથી 23 કરોડ લોકોએ પોતાના આધારને પાન સાથે લિંક કરી લીધા છે.

ઘર બેઠા કરાવી શકો છો લિંક

step 1
સૌથી પહેલા તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અધિકૃત વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જવું પડશે. ડાબી બાજુ 'Link Aadhaar'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. લોગઇન કર્યા પછી ખુલેલા પેજ પર પ્રોફાઇલ સેટિંગ પસંદ કરો. હવે આધારકાર્ડ લિંકનો વિકલ્પ પસંદ કરો. હવે તમારી સામે એક નવી વિંડો ઓપન થશે.

step 2 માહિતી ભરવી
વિંડો ઓપન થયા પછી તમારે તમારો પાન નંબર, આધાર નંબર, અને તમારા આધાર કાર્ડમાં જે તમારું નામ છે તે લખવાનું છે.

Step 3 જન્મતારીખ
બીજા વિકલ્પમાં તમને 'I have only year of birth in aadhar card'નું વિકલ્પ દેખાશે, જો તમારા આધાર કાર્ડમાં આખી તારીખ હોય તો તમારી આખી ડેટ ઑફ બર્થ લખી છે તો ટીક ન કરતાં જો બર્થ યર લખ્યું છે તો જ આ ઑપ્શનની પસંદગી કરવી.

Step 4 OTP
નામ લખ્યા પછી કેપ્ચા કોડ ભરી દેવો, જો તમે કેપ્ચા કોડના ઑપ્શનની પસંદગી કરી છે તો OTP ન લખવો. બન્નેમાંથી કોઈપણ એક ઑપ્શનની પસંદગી કરવી.

step 5 Link Aadhar પર જવું
હવે મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી પર એક ઓટીપી આવશે જેને ઓટીપી બૉક્સમાં લખવું. તેના પછી લિન્ક આધાર પર ક્લિક કરતાં જ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક થઈ જશે.

Aadhar technology news