ઍન્ગ્લો-ઇન્ડિયન વૉચ

21 August, 2012 06:00 AM IST  | 

ઍન્ગ્લો-ઇન્ડિયન વૉચ

આ ૧૮ કૅરેટ ગોલ્ડની બનેલી ટૂ ટ્રેઇન ગ્રૅન્ડ ઍટ પટીટ સોનેરિયો નામની ક્લૉક-વૉચ છે. આ વૉચ સ્વિટ્ઝરલૅન્ડમાં બની હતી, એ પણ ઇન્ડિયન માર્કેટ માટે. વૉચની બૉડી પર ફ્લાવર્સ અને જ્યૉમેટ્રિક પૅટર્નનું કાર્વિંગ કરવામાં આવ્યું છે અને ગોલ્ડના ડાયલ પર રોમન આંકડાઓ પેઇન્ટ કરવામાં આવ્યા છે. આ એક પૉકેટ-વૉચ છે એટલે બાવીસ કૅરેટની સોનાની ચેઇન સાથે પણ આવે છે.

આ બીજી વૉચ છે ગોલ્ડ, ઇનૅમલ અને ડાયમન્ડની બનેલી. ૧૮૨૦માં બનેલી આ ઘડિયાળમાં ખૂબ જ દુર્લભ એવા હીરા જડવામાં આવ્યા છે અને તેમ જ ગોલ્ડ પર બ્લુ ઇનૅમલ કરેલું કેસ આપવામાં આવ્યું છે. ડાયમન્ડ મોટા લાગે એ માટે બેઝલ સેટિંગમાં બેસાડવામાં આવ્યા છે. ડાયલમાં વાઇટ મીનો ભરીને એના પર બ્લુ ઇનૅમલથી અરેબિક ન્યુમરલ પેઇન્ટ કરવામાં આવ્યા છે.

ત્રીજું એક્સક્લુઝિવ ટાઇમપીસ એટલે આ ૧૮ કૅરેટ ગોલ્ડ અને ડાયમન્ડમાં જડેલી ક્વૉર્ટર ઍન્ડ ફાઇવ મિનિટ રિપીટિંગ વૉચ. આ વૉચમાં ચાવી નથી. સ્પેશ્યલી ભારતીય માર્કેટ માટે જ બનાવાયેલી આ વૉચ ગોલ્ડની છે જેમાં ડાયલ પર વાઇટ ઇનૅમલિંગ કરવામાં આવ્યું છે અને રોમનમાં ન્યુમરલ્સ લખવામાં આવ્યા છે. ઉપરના ફૉઇલેજ પર ડાયમન્ડ સેટ કરીને એન્ગ્રેવિંગ કરવામાં આવ્યું છે.