આવે છે 108 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ક્યારે થશે લૉન્ચ

17 July, 2019 08:35 PM IST  |  મુંબઈ ડેસ્ક

આવે છે 108 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ક્યારે થશે લૉન્ચ

પ્રતીકાત્મક તસવીર

સ્માર્ટફોન માર્કેટમાં હાલમાં 48 મેગાપિક્સલ કેમેરાવાળા ફોન્સનો ટ્રેન્ડ છે, પણ હવે ટૂંક સમયમાં જ 108 મેગપિક્સલ કેમેરાવાળો ફોન લૉન્ચ થવાનો છે. એવું ટિપ્સ્ટ્ર આઇસ યુનિવર્સનો દાવો છે. આઇસ યુનિવર્સે ટ્વીટ કરીને આની માહિતી આપી છે કે આવતા વર્ષે 108 મેગાપિક્સલ કેમેરો અને 10 X ઑપ્ટિકલ ઝૂમ કેમેરાવાળો ફોન લૉન્ચ કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે ટ્વીટ સાથે પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં સેમસંગ ગેલેક્સી નોટ 10 હોય તેવું લાગી રહ્યું છે. પણ આ સિવાય આ ફોન વિશે કોઈ જ માહિતી નથી કે આખરે આ હાઈ મેગાપિક્સલવાળો સ્માર્ટફોનને કઈ કંપની લૉન્ચ કરશે.

રસપ્રદ વાત એ છે કે માર્ચમાં કંપની ક્રેડિટ સ્યુઝેએ એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2019માં અમે 65 મેગાપિક્સલ સેન્સર અને 2020માં અમે 108 મેગાપિક્સલ સેન્સર જોઈ શકશું. જો કે 64 મેગાપિર્સલ સેન્સર અત્યારથી જ હાજર છે અને મેકર્સ તેના ઉપયોગ પર કામ કરી રહ્યા છે.

થોડો સમય પહેલા જ ક્વૉલકમે પણ આવું જ પ્રૉડક્શન 64 મેગાપિક્સલ અને 100 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોનને લઈને કર્યું હતું. એવામાં પ્રશ્ન એ છે કે આ 108 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોનને તૈયાર કોણ કરશે. 64 મેગાપિક્સલ સેન્સર તો સેમસંગએ તૈયાર કર્યું હતું, એવામાં ફરી આશા છે કે સેમસંગ જ આ નવું ફોન લૉન્ચ કરે. જણાવીએ કે સાઉથ કોરિયાની કંપનીનું 5X ઑપ્ટિકલ ઝૂમ કેમેરો પહેલાથી જ માર્કેટમાં હાજર છે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

જો કે, અત્યાર સુધી કોઈપણ કંપનીએ 100+મેગાપિક્સલ મોબાઇલ સેન્સર કે 10 X ઝૂમ પેરિસ્કોપ પર કામ કરવાની અધિકારિક જાહેરાત નથી કરી. એવામાં ફક્ત અટકળો લગાવી શકાય છે.

technology news tech news