તમારી કારનો રંગ તમારું વ્યક્તિત્વ કહી દે છે

18 September, 2012 08:23 AM IST  | 

તમારી કારનો રંગ તમારું વ્યક્તિત્વ કહી દે છે




આપણામાંથી ઘણાને ગાડીનો ખૂબ શોખ હોય છે, પરંતુ શું તમને ખબર છે કે ગાડીથી વ્યક્તિની પર્સનાલિટીનો અંદાજ પણ લગાવી શકાય? કપડાંનો રંગ તમારા સ્વભાવનો અંદાજ આપે છે એ તો ખરું, પણ ગાડીની બાબતમાં પણ આવું જ કંઈ છે. જોઈએ તમારી ફેવરિટ ગાડી તમારા વિશે શું કહે છે.

વિશાળ કાળી ગાડી

તમારી આ ગાડી સૂચવે છે કે તમારી આશાઓ ખૂબ સ્ટ્રૉન્ગ અને મોટી છે. આવી ગાડી ધરાવતા લોકોની ચૉઇસ ખૂબ ક્લાસી હોય છે અને બધું જ કામ ખૂબ હટકે અને ગ્રેસફુલ રીતે કરવું એ તેમની સ્ટાઇલ હોય છે. જોકે આ લોકો મોટા ભાગે બધું કામ પોતાની રીતે કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. જો બ્લૅક લાંબી ગાડી તમારી ફેવરિટ હોય તો તમારી પર્સનાલિટી આવી હોઈ શકે છે.

લાલ ગાડી

આ રંગ વાઇબ્રન્ટ પર્સનાલિટી દેખાડે છે. પરંતુ અહીં પણ બે કૅટેગરી છે. લાલ ગાડીમાં જેમનું હૂડ બંધ હોય તેમની પર્સનાલિટી એનર્જેટિક હોય છે, પરંતુ આવા લોકોને બીજા લોકો સામે પોતાની બધી જ વાતો કરવી પસંદ નથી હોતી. જો તમારી ગાડી આવી હોય તો એ બતાવે છે કે તમે પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને જ કામ કરવાનું પસંદ કરો છે.

અહીં જો તમારી ગાડી ઓપન હૂડવાળી સ્ટાઇલિશ હોય તો તમે ખુલ્લા મનની વ્યક્તિ છો જે બધા જ સાથે સારી રીતે ભળી જાય છે.

સફેદ

ગાડીના રંગની જેમ વ્યક્તિની પર્સનાલિટી પણ કૂલ હશે. જોકે મુડને બદલતાં વાર નથી લાગતી. સફેદ ગાડી ધરાવતા લોકોની પર્સનાલિટી સોબર હોય છે. એ લોકો ખૂબ પર્ટિક્યુલર હોય છે અને તેમને પોતાની આસપાસ સફાઈ ગમે છે. જો તમારી પાસે વાઇટ ગાડી હોય તો એનો અર્થ એ હોઈ શકે કે તમે ખૂબ સાચો અને સચોટ અભિપ્રાય આપો છો. આવા લોકોને ઇમ્પ્રેસ કરવા આસાન નથી.

ગોલ્ડન અને સિલ્વર

આવા રંગની ગાડી ધરાવતા લોકો સુંદર અને રંગની જેમ જ ચમકીલી પર્સનાલિટી ધરાવે છે. આ લોકો મોટા ભાગે ખૂબ સ્ટાઇલિશ હોય છે અને તેમને પોતાનું જ એક અનોખું આકર્ષણ હોય છે. આવી કાર પસંદ કરતા લોકો ગ્લૅમરસ જીવન જીવવા માગે છે. તેમને પોતાની આસપાસનું વાતાવરણ થોડું ગરબડિયું લાગે તો એ પસંદ નથી હોતું.

બ્લુ

જો કારની બાબતમાં બ્લુ તમારો ફેવરિટ રંગ હોય તો શ્યૉર તમારું મગજ હંમેશાં ઠંડું રહેતું હશે. તમને કઈ સિચુએશનને ઠંડા મગજથી કઈ રીતે હૅન્ડલ કરવી એ બરાબર ખબર છે. ગુસ્સાને બાજુ પર મુકીને તમે શાંતીથી ટેન્શન ઘટાડો છો. આવા લોકો ખૂબ રોમૅન્ટિક સ્વભાવના હોવાની સાથે ચાર્મિંગ પર્સનાલિટી ધરાવે છે. હવે જો તમારી ગાડી રૉયલ બ્લુ હોય તો સ્વભાવે પણ તમે એવા રૉયલ જ હો એ નક્કી.

બાકીના કેટલાક રંગો

ગ્રે : સોબર, કૉપોર્રેટ, પ્રૅક્ટિકલ, ડાર્ક ગ્રીન : વ્યવહારુ, ટ્રસ્ટવર્ધી અને વેલ-બૅલેન્સ્ડ, ઑરેન્જ : ફન લવિંગ, વાતોડિયા અને સિલેક્ટિવ, ડીપ પર્પલ : ક્રીએટિવ અને યુનિક, પોતાનામાં મસ્ત રહેનારા.