World Thyroid Day 2020: આજે વિશ્વ થાઇરૉઇડ દિવસે જાણો લક્ષણો અને ઉપાય

25 May, 2020 07:06 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

World Thyroid Day 2020: આજે વિશ્વ થાઇરૉઇડ દિવસે જાણો લક્ષણો અને ઉપાય

થાઇરૉઇડ (પ્રતીકાત્મક તસવીર)

વિશ્વ થાઇરૉઇડ દિવસ છે. આ પહેલીવાર 2008માં ઉજવવામાં આવ્યો હતો. જ્યારે અમેરિકન થાઇરૉઇડ એસોશિએશન (ATA) અને યૂરોપીય થાઇરૉઇડ એસોસિએશન (ETA)એ થાઇરૉઇડ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ખાસ કરીને, કોરોના વાયરસ મહામારીના સંકંટમાં લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે વધારે સાવધાન રહેવાની જરૂર છે. પુરુષોની તુલનામાં મહિલાઓ આ બીમારીથી વધારે ગ્રસ્ત છે.

થાઇરૉઇડ શું છે
આ બીમારી થવાના મુખ્ય કારણ આયોડીનની ઉણપ છે. આથી ગલાની ગ્રંથિ વધવા લાગે છે, જે પતંગિયાના આકાર જેવી હોય છે. આ માટે તમારી અયોગ્ય દિનચર્યા, અયોગ્ય ખોરાક અને હોર્મોનમાં અસંતુલન પણ જવાબદાર છે. જો હોર્મોનમાં અસંતુલન થવા લાગે તો શરીરનું વજન વધવા અથવા ઘટવા લાગે છે.

થાઇરૉઇડના લક્ષણ
આ બીમારીમાં વજન ઘટવું કે વધવું, શ્વાસ લેવામાં તકલીફ (શ્વાસોચ્છવાસની ઝડપી ગતિ), આયોડીનની ઉણપને કારણે તરસ વધારે લાગવી, થાક, ગભરામણની ફરિયાદ રહે છે.

થાઇરૉઇડના ઉપાય
આ માટે તમારે આયોડીન યુક્ત વસ્તુઓ પોતાના ખોરાકમાં એડ કરવી. સાથે જ ફણસનું સેવન કરવું. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી એક રિપોર્ટ પ્રમાણે, ફણસ થાઇરૉઇડમાં રામબાણ દવા છે. આમાં કૉપર મળે છે, જે મેટાબૉલિઝ્મને નિયંત્રિત કરવામાં સહાયક છે. સાથે જ હોર્મોન પણ સંતુલિત કરે છે, જેથી થાઇરૉઇડ કન્ટ્રોલ રહે છે.

અદરખ પણ હોય છે લાભદાયક
આમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી તત્વ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જોવા મળે છે, જે થાઇરૉઇડને ફક્ત નિયંત્રિત જ નથી કરતાં, પણ તેના લેવલને સમતોલિત પણ રાખે છે.

આયોડીનનું કરો સેવન
આ માટે તમે સમુદ્રી ફિશની મદદ લઈ શકો છો. ડૉક્ટર હંમેશાં દર્દીઓને સીફિશ ખાવાની સલાહ આપે છે. જેમાં આયોડીન વધારે માત્રામાં હોય છે.

national news international news health tips