મહિલાઓ પુરુષો કરતા વધુ કઈ રીતે જીવે છે?

05 March, 2019 09:52 PM IST  | 

મહિલાઓ પુરુષો કરતા વધુ કઈ રીતે જીવે છે?

પ્રતિકાત્મક તસવીર

100 વર્ષના સ્કેલ પર તેમની ઉંમર પુરુષોથી વધુ હોવાનું કારણ વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના જણાવ્યા મુજબ, અમેરિકન પુરુષોનું એવરેજ આયુષ્ય 76 વર્ષ અને મહિલાઓનું એવરેજ આયુષ્ય 81 વર્ષ છે. WHOના હેલ ઇન્ડેક્સ મુજબ, અમેરિકા જેવા દેશમાં પુરુષ ઉંમરના 67 અને મહિલાઓ 70 સુધી સ્વસ્થ રહી શકે છે. હેલ ઇન્ડેક્સમાં સામાન્ય સ્થિતિમાં મહિલા અને પુરુષની ઉંમરના આંકડા જાહેર કરવામાં આવે છે.

મહિલા હોર્મોન ડીએનએ માટે ફાયદામાં

ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સીટી ઓસ્ટ્રેલિયાના ન્યૂરોસાઈકિયાટ્રીક વિભાગના પ્રો. પરમિન્દર સચદેવના જણાવ્યા મુજબ, મહિલાઓ અને પુરુષોના આયુષ્યમાં અંતર માત્ર અમેરિકા પૂરતું જ સીમિત નથી, તે દુનિયાના દરેક સમાજ માટે લગભગ એક જેવું જ છે.

પ્રો. પરમિન્દર કહે છે કે તેની પાછળ કેટલીયે થિયરી છે, જેમ કે. પુરુષોમાં સ્મોકિંગ, આલ્કોહોલ અને જાડાપણા જેવી સમસ્યાઓ જોવાય છે. બીમાર થવા પર પુરુષો દવા લેવાનું ઓછું પસંદ કરે છે. આ સિવાય દુર્ઘટનાઓ જેવી કે એક્સીડેન્ટમાં પુરુષોના મોત વધુ પ્રમાણમાં થાય છે.

સાઉથ કોરિયાની ઇનહા યુનિવર્સીટીના બાયોલોજીકલ સાયન્સ વિભાગના પ્રો. કયુન્ગનું કહેવું છે કે, પુરુષોમાં ઉંમર ઓછી કરવામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન મોટી ભૂમિકા ભજવે છે. પુરુષત્વ અને આક્રમકતા પેદા કરતા આ હોર્મોન તેમને ઘણીવાર મુશ્કેલીમાં નાખી દે છે અને તેમની ઓછી ઉંમરે જ મોતની આશંકા વધી જાય છે.

ડ્યુક યુનિવર્સીટીના એક રિસર્ચ મુજબ, પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધુ પડતું વધવા પર તેમનું વર્તન જોખમને વધારે છે. આ હોર્મોન શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે સાથે જ હ્ર્દય રોગના જોખમને વધારે છે.