મેડિકલ ક્ષેત્રની આ ટેક્નીકથી સર્જરીના ખર્ચમાં થશે 70 ટકાનો ઘટાડો

05 February, 2019 04:13 PM IST  | 

મેડિકલ ક્ષેત્રની આ ટેક્નીકથી સર્જરીના ખર્ચમાં થશે 70 ટકાનો ઘટાડો

સર્જરીના ખર્ચમાં થશે 70 ટકા સુધીનો ઘટાડો

શું તમે વિચાર્યું છે કે એક દિવસ ઓપરેશન થિયેટર અને દર્દીઓ વગર પણ મેડિકલ વિદ્યાર્થીઓ સર્જરીના એક્સપર્ટ બની શકશે? હવે આમ શક્ય બનશે. વર્ચ્યુઅલ રિઆલિટીની દુનિયામાં આ સંભવ બનશે. આ ટેક્નીકની મદદથી મેડિકલના વિદ્યાર્થીઓ સર્જિકલ ઉપકરણ વગર અને દર્દીઓ વગર જ સર્જરીની ટ્રેનિંગ મેળવી શકશે. આ ટેક્નીકનો ઉપયોગ મેડિકલ વિદ્યાર્થીઓને સર્જરીની ટેક્નીક્સ શીખવાડવા માટે કરવામાં આવશે. આ ટેક્નીકથી વિદ્યાર્થીઓ પોતે ઓપરેશન થિયેટરમાં હોવાનો એહસાસ કરશે. જેમાં તેઓ દર્દીઓનું ઓપરેશન કરશે.

IIT 1999 બેચના કોમ્પ્યુટર એન્જીનિયરિંગ વિભાગના પૂર્વ વિદ્યાર્થી પંકજ મિત્તલે આ ટેક્નીક વિકસાવી છે. તેમણે VR બોક્સ જેવું દેખાતું ઉપકરણ વિકસાવ્યું છે જેમાં મેડિકલ વિદ્યાર્થીને સર્જરી, નર્સિંગના હાઈટેક પ્રશિક્ષણ આપવામાં સક્ષમ છે. આ હાઈટેક ક્વાલિટી કંટ્રોલની ખાસિયત એ પણ છે કે ઓપરેશન પછી વિદ્યાર્થીઓને દેખરેખ વિશે સમજાવવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવશે.

સસ્તી થશે સર્જરી

આ ટેક્નીકના કારણે સર્જરીની કિંમતોમાં ઘટાડો થશે. આ પેનલમાં 13 ડોક્ટરની ટીમ છે જેમણે ગુડગાંવ અને દિલ્હીમાં સર્જરી શરુ કરી છે. એક દિવસમાં ઘણા દર્દીઓની સર્જરી માટે અલગ અલગ એક્સપર્ટની જરૂર પડે છે જેના કારણે વધારે પૈસા ચૂકવવા પડે છે. આ ટેક્નીકના કારણે સર્જરી સસ્તી થવાની સંભાવનાઓ છે કેમકે હવે એક્સપર્ટની જરૂર ઓછી પડશે.

વર્ચ્યુઅલ રિઆલિટી ટેક્નીકના ફાયદા

- આ ટેકનીકની મદદથી સરળ થશે સર્જરીની ટ્રેનિંગ

- વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી મેડિકલ વિદ્યાર્થીઓને મળશે ટ્રેનિંગ

- દર્દીઓ પર પૂરતું ધ્યાન આપી શકાશે

- મેડિકલ વિદ્યાર્થીઓ માનવ શરીરના દરેક ભાગનું અધ્યયન કરી શકશે

- સર્જરીના ખર્ચમાં ઘટાડો થશે.