વાઇટ ડિસ્ચાર્જ થયા જ કરે છે, પ્રેગ્નન્સીમાં કોઈ વાંધો આવી શકે?

21 June, 2022 11:13 AM IST  |  Mumbai | Dr. Jayesh Sheth

મેં જોયું છે કે છએક મહિનાથી ક્યારેક-ક્યારેક વાઇટ ડિસ્ચાર્જ વધુ થાય છે. સફેદ પાણી પડે છે. પહેલાં પાણી પાતળું હતું, પરંતુ હવે થોડુંક જાડું અને સ્ટિકી પણ હોય છે. દવાનો એક વાર કોર્સ પણ કરેલો, પરંતુ એની અસર એક જ મહિનો જ રહી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પહેલાં પણ મને ક્યારેક વાઇટ ડિસ્ચાર્જની તકલીફ થતી હતી, પણ એની મેળે જ મટી જતું હતું. લગ્નને ત્રણ વર્ષ થયાં છે અને અમે છેલ્લાં ચારેક મહિનાથી બાળક માટે પ્રયત્ન કરી રહ્યાં છીએ, પણ સફળતા નથી મળતી. મેં જોયું છે કે છએક મહિનાથી ક્યારેક-ક્યારેક વાઇટ ડિસ્ચાર્જ વધુ થાય છે. સફેદ પાણી પડે છે. પહેલાં પાણી પાતળું હતું, પરંતુ હવે થોડુંક જાડું અને સ્ટિકી પણ હોય છે. દવાનો એક વાર કોર્સ પણ કરેલો, પરંતુ એની અસર એક જ મહિનો જ રહી. ફરીથી ડિસ્ચાર્જ શરૂ થઈ ગયો છે. ડિસ્ચાર્જની સાથે મને  શું આને કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે? સફેદ પાણી વહેવાને કારણે ખૂબ નબળાઈ આવી ગઈ છે. ખંજવાળ આવે છે ને થોડુંક તાવ જેવું પણ લાગે છે. આ માટે શું કરવું?
 
સ્ત્રીઓમાં વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા ખૂબ કૉમન જોવા મળે છે. મોટા ભાગે આ એક ફંગલ ઇન્ફેક્શનને કારણે થતું હોય છે. જો પાણીનો કલર દૂધ જેવો સફેદ હોય તો એ માટે એન્ટિ-ફંગલ ટૅબ્લેટનો કોર્સ કરવો જોઈએ. યોનિમાં મૂકવાની તેમ જ મોંએથી લેવાની એમ બે પ્રકારની ઍન્ટિ-ફંગલ દવાઓ આવે છે. આ ગોળીઓ અઠવાડિયે એક વાર એમ ચાર અઠવાડિયાં સુધી લેવી.
જોકે ટ્રીન્ટમેન્ટ કરતી વખતે તમારા હસબન્ડનું પણ ચેક-અપ કરાવવું જરૂરી છે. ઘણી વાર ફંગલ ઇન્ફેક્શન હસબન્ડને પણ લાગતું હોય છે. જો તેમને ઇન્ફેક્શન લાગેલું હશે તો તેમને પણ એન્ટિ-ફંગલ દવાનો કોર્સ કરાવવો જરૂરી છે. જો એમ નહીં કરો તો તમે કોર્સ કરો ત્યાર પછીયે ફરી પતિ મારફત તમને ચેપ લાગી શકે છે. આની દવા કરતાં પહેલાં હસબન્ડ-વાઇફ બન્નેનું ચેક-અપ કરાવવું જરૂરી છે. દવાનો કોર્સ શરૂ કરતી વખતે પ્રથમ પંદર દિવસ સુધી ઇન્ટરકોર્સ ન કરવો.
જો તમને પાણી પડવાની સાથે તાવ આવવો, કમર તૂટવી તેમ જ પેડુમાં દુખાવો થવા જેવી સમસ્યા ન હોય તો ઍને પ્રેગ્નન્સી સાથે વાંધો નહીં આવે. જો ઉપરોક્ત લક્ષણો હોય તો એ દર્શાવે છે કે ફંગલ ઇન્ફેક્શન ઓવરી અને ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચી ગયું છે. આની તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે, નહીંતર ઇન્ફર્ટિલિટીની સમસ્યા થઈ શકે.

health tips columnists