બેલી ફેટથી તંગ આવી ગયા છો તો દરરોજ આ રીતે કરો તજનું સેવન, જાણો ફાયદા

04 May, 2021 06:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોટાપો ફક્ત વ્યક્તિની પર્સનાલિટી ખરાબ કરે છે પણ તેના આત્મવિશ્વાસને પણ ઘટાડી દે છે. આમ તો મોટાપો અને બેલી ફેટ ઘટાડવા માટે અનેક પ્રકારની એક્સરસાઇઝને લઈને ડાયેટ પ્લાન છે.

પ્રતીકાત્મક તસવીર

આજે દર બીજી વ્યક્તિ પેટ પર એકઠી થયેલી એક્સ્ટ્રા ચરબીથી પરેશાન છે. મોટાપો ફક્ત વ્યક્તિની પર્સનાલિટી ખરાબ કરે છે પણ તેના આત્મવિશ્વાસને પણ ઘટાડી દે છે. આમ તો મોટાપો અને બેલી ફેટ ઘટાડવા માટે અનેક પ્રકારની એક્સરસાઇઝને લઈને ડાયેટ પ્લાન છે. પણ તેમાંતી કઈ રીત વ્યક્તિ માટે ફાયદાકારક હશે. આ કહેવું મુશ્કેલ છે. વજન ઘટાડવા માટે સામાન્ય રીતે ઘરગથ્થૂ ઉપાય જ બહેતર માનવામાં આવે છે. આવા જ એક ઘરગથ્થૂ ઉપાયમાં તજનું નામ પણ સામેલ છે. તજ ફક્ત ખોરાકનો સ્વાદ વધારે છે પણ સાથે તેનું નિયમિત સેવન વ્યક્તિનો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો અહીં જાણો તજનું સેવન કરીને તમે કેવી રીતે મેળવી શકાય..

બેલી ફેટથી છૂટકારો મેળવવા માટે આ રીતે કરો તજનું સેવન
વજન ઘટાડવા અને બેલી ફેટથી છૂટકારો મેળવવા તમે પાણીમાં લીંબુ અને તજ નાખી તેની ચા બનાવી પીવી. આ ચા ઇન્ફેક્શન સહિત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે.

તજનું સેવન કરવાના ફાયદા
- વધતી ઉંમરને કારણે થનારા સાંધાના દુઃખાવાથી છૂટકારો મેળવવા માટે તમે નવશેકા ગરમ પાણીમાં મધ અને તજનું પાઉડર નાખી તેની પેસ્ટટ બનાવીને સાંધા પર લગાડવી. આમ કરવાથી થોડાક જ દિવસોમાં તમને આરામ મળશે.

- ડાયાબિટીઝના દર્દીઓ જો તજને ખોરાકમાં સામેલ કરે, તો ડાયાબિટીઝ સારા પ્રમાણમાં નિયંત્રિત થઈ શકે છે. એવા દર્દીઓએ એકથી બે ચપટી તજનું સેવન દરરોજ કરવું જોઇએ.

- જો તમે દિવસ દરમિયાન થાક અનુભવો છો તો સવાર-સાંજ દૂધ સાથે બે ગ્રામ તજના પાઉડરનું સેવન કરો. આમ કરવાથી તમારી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થશે. 

- તજ ડાયાબિટીઝની સાથે જ હાનિકારક કોલેસ્ટ્રૉલને ઘટાડી હ્રદયને સ્વસ્થ રાખવાનું કામ પણ કરે છે. એનસીબીઆઇની એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે એક, ત્રણ અને છ ગ્રામ તજનું સેવન કરનારામાં એલડીએલ, સીરમ ગ્લૂકૉઝ, ટ્રાઇગ્લિસરાઇડ (લોહીમાં રહેલ એક પ્રકારનું ફેટ) અને ટોટલ કૉલેસ્ટ્રૉલના સ્તરને ઘટાડીને હ્રદય સંબંધિત રોગથી બચવામાં મદદ મળી શકે છે.

- તજ ખાવાના લાભમાં પાચન અને પેટનું સ્વાસ્થ્ય પણ સામેલ છે. પ્રાચીન કાળથી જ તજનો ઉપયોગ પાચન સંબંધી મુશ્કેલીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. આમાં એન્ટી-માઇક્રોબિયલ ગુણ હોય છે, જે પાચન તંત્ર તેમજ પેટમાં સંક્રમણનું કારણ બનનારા બેક્ટેરિયાથી લડવાનું કામ કરી શકે છે.

health tips Gujarati food