વેઇટ વધારવાની મારામાં કૅપેસિટી છે તો વજન ઉતારવાનો વિલપાવર પણ

26 December, 2011 07:29 AM IST  | 

વેઇટ વધારવાની મારામાં કૅપેસિટી છે તો વજન ઉતારવાનો વિલપાવર પણ

(ફિટ્નેશ ફંડા-રશ્મિન શાહ)

સોની ટીવી પર આવતા ‘એન્ટરટેઇનમેન્ટ કે લિએ કુછ ભી કરેગા’ શો હોસ્ટ કરી ચૂકેલી મોના સિંહે હમણાં ‘સ્ટાર યા રૉકસ્ટાર’ શોનું ઍન્કરિંગ કર્યું હતું. ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ અને ‘ઉટપટાંગ’માં પણ તેનો મહત્વનો રોલ હતો.

વેઇટ વધારવાનું કામ આમ જોઈએ તો ઈઝી છે. જે ખાવાની મનાઈ હોય એવું બધું ખાવા મળે એટલે ખાસ ખબર પણ ન પડે કે વધી જાય, પણ એ જ વેઇટ ઉતારવાનું આવે ત્યારે નાઇન્ટી પર્સન્ટ લોકો કંટાળી જાય છે. જોકે મને એવું નથી થતું. હું જેટલું ઈઝીલી વેઇટ ગેઇન કરી શકું છું એટલું ઈઝીલી વેઇટ લૉસ પણ કરી શકું છે. લાસ્ટ યર મેં બાર કિલો વેઇટ લૂઝ કર્યું છે, જેમાંથી પાંચ કિલો તો ફક્ત ૪૫ દિવસમાં ઉતાર્યું હતું. વેઇટ ઉતારવાનું કામ વિલપાવર પર ડિપેન્ડ કરે છે. જો વિલપાવર હોય તો વજન ઘટાડવાની પ્રોસેસ ઈઝીલી થઈ શકે. મારામાં એ વિલપાવર છે એટલે જ હું એવું કૅરૅક્ટર કરી શકું છું જેમાં મારે એક્સ્ટ્રા-ફૅટ સાથે દેખાવવાનું હોય. એવું નથી કે હું પહેલેથી જ ફિટનેસ માટે અવેર હતી. પહેલાં હું બહુ લેઝી હતી, પણ પછી ધીમે-ધીમે મને ફિટનેસની વૅલ્યુ સમજાઈ એટલે મેં ફિટનેસ માટે ટાઇમ સ્પેન્ડ કરવાનો નર્ણિય કરી લીધો. છેલ્લાં ત્રણેક વર્ષથી હું ફિટનેસ-કૉન્શિયસ બની ગઈ છું. આ ત્રણ વર્ષમાં મેં એક પણ દિવસ એવો નથી પાસ કર્યો જેમાં એક્સરસાઇઝ ન કરી હોય.

હું ડેઇલી એક કલાક જિમમાં જઉં છું. જનરલી જિમમાં જવાનો મારો ટાઇમ સવારના સમયનો હોય છે, પણ શૂટિંગના ટાઇમિંગ મુજબ એ ચેન્જ થયા કરે. જોકે એટલું પાક્કું કે જિમમાં જવાનું એટલે જવાનું. મેઇનલી એવું બનતું હોય છે કે રૂટીન ટાઇમ પર જિમમાં નહીં જઈ શકતા લોકો પછી આળસ કરતા હોય છે અને ત્યાર બાદ એ લેઝીનેસ કાયમી થઈ જતી હોય છે. ઍક્ચ્યુઅલી, એવું ન કરવું જોઈએ. પહેલી ટ્રાય રૂટીન સાચવવાની અને બીજી ટ્રાય બદલાયેલા રૂટીનમાં પણ નિયમને ફૉલો કરવાની કરવી જોઈએ.

જિમમાં મેઇનલી હું કાર્ડિયો કરું છું. આ ઉપરાંત બૉડી-કૉમ્બેટ્સ અને બૉડી-ફ્લેક્સની એક્સરસાઇઝ પણ કરું છું. જો વેઇટ વધ્યું હોય તો હું મારા જિમ-અવર્સ વધારીને બે કલાક કરી નાખું છું અને કાર્ડિયો વધુ કરું છું. વેઇટ લૉસ કરવા માટે કાર્ડિયો બેસ્ટ એક્સરસાઇઝ છે. જો જિમમાં જવાનો ટાઇમ ન મળતો હોય તો જૉગિંગ કરીને પણ વેઇટ લૉસ કરી શકાય છે. જૉગિંગ હાઇ-ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ છે. એનું રિઝલ્ટ ફાસ્ટ હોય છે. મને કાર્ડિયો, જૉગિંગ અને રનિંગ વધુ ગમે છે. હું કૉન્સ્ટન્ટ ૬૦ મિનિટ સુધી રનિંગ કરી શકું છું. સ્ટીમ મારી ફેવરિટ છે. સ્ટીમ માત્ર બ્યુટી-ટ્રીટમેન્ટમાં કામ લાગે એવું નથી, એનાથી એક્સ્ટ્રા ફૅટ બર્ન થાય છે.

પાડો આદત ડાન્સની

જો કોઈને એક્સરસાઇઝનો કંટાળો આવતો હોય પણ ડાન્સનો શોખ હોય તો તેણે ફિટનેસ માટે પણ ડાન્સ શીખવાનું, ડાન્સ કરવાનું કે ડાન્સનો રિયાજ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. અમુક ડાન્સ-ફૉર્મ તો એ પ્રકારનાં છે જેમાં બૉડીના તમામ પાર્ટને એક્સરસાઇઝ મળી જાય છે.

નો એક્સક્યુઝ ટુ ફૂડ

પંજાબી ફૅમિલી સાથે જોડાયેલી હોવાથી સ્પાઇસી અને ઑઇલી ફૂડ મારું ફેવરિટ છે, પણ છેલ્લાં ત્રણ વર્ષથી મેં એ પ્રકારનું ફૂડ બિલકુલ બંધ કરી દીધું છે. નો ઑઇલ, નો સ્વીટસ, નો કાર્બોહાઇડ્રેટ્સ. નથિંગ. આ કંઈ જ નહીં ખાવાનું. મેઇનલી હું સૅલડ અને ફ્રૂટ્સ ખાવાનું તથા વેજિટેબલ સૂપ પીવાનું રાખું છું. પહેલાં મને સૅલડ બહુ ભાવતું નહોતું, પણ સૅલડમાં અલગ-અલગ વરાઇટીઓ મળતી ગઈ એમ હવે એ મને ટેસ્ટી લાગે છે. ઑઇલ છોડવાની સાથે મેં ચીઝ, બટર, કુકીઝ, ચૉકલેટ્સ, આઇસક્રીમ અને જન્ક ફૂડ પણ છોડી દીધું છે. સવારના લંચમાં બે રોટી અને થોડા બ્રાઉન રાઇસ ખાવાનું રાખું છું. પાણી પીવાનું મને બિલકુલ ગમતું નહોતું, પણ બૉડી માટે પાણી બહુ જરૂરી હોવાથી મેં એવરીડે મિનિમમ ચાર લિટર પાણી પીવાનું નક્કી કર્યું છે. આ ચાર લિટર પાણીની બૉટલ મારી સાથે કારમાં હોય જ. થોડા સમય પહેલાં હું પાણી પીવાનું ભૂલી જતી તો એ સમયે મેં પાણી પીવા માટે ૪૫ મિનિટના ડ્યુરેશન પર અલાર્મ ઍડ્જસ્ટ કર્યો હતો. જોકે હવે આદત પડી ગઈ છે એટલે ખાસ વાંધો નથી આવતો.

હેલ્ધી ડાયટથી ફિટનેસની સાથે સ્કીન-શાઇનિંગમાં પણ ફરક પડે છે. આ ઉપરાંત મેન્ટલી પીસફુલ ફીલ થતું હોય છે. આખો દિવસ એનર્જી રહે છે અને સહેજ પણ લેઝીનેસ ફીલ નથી થતી. સવારના બ્રેકફાસ્ટમાં હું દૂધ પીઉં છું. દૂધ સાથે કૉર્નફ્લેક્સ કે ઓટ-બિસ્કિટ હોય. ડ્રાયફ્રૂટ્સ મને ભાવે છે એટલે દિવસ દરમ્યાન જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ડ્રાયફ્રૂટ્સ ખાવાનું રાખું છું. પર્સમાં ચૉકલેટ રાખવાને બદલે ડ્રાયફ્રૂટ્સ રાખવાં જોઈએ. ડ્રાયફ્રૂટ્સ એનર્જી બૂસ્ટ કરવાનું કામ કરે છે અને સારી વાત એ છે કે એની કોઈ સાઇડ-ઇફેક્ટ નથી હોતી.

- વાતચીત અને શબ્દાંકન: રશ્મિન શાહ