સવારે વહેલા ઊઠો અને પાતળા રહો

21 October, 2011 06:18 PM IST  | 

સવારે વહેલા ઊઠો અને પાતળા રહો



(સેજલ પટેલ)

સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે, પણ બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે એમ લગભગ કોઈ કરતું નથી. તાજેતરમાં બ્રિટનમાં ડાયેટિશ્યનો અને સાઇકોલૉજિસ્ટોની એક ટીમે મળીને તારવ્યું છે કે સ્વસ્થ, સુખી અને આનંદમય રહેવું હોય તો આપણી વહેલા ઊઠવાની આ જૂની આદત કેળવવી જોઈએ. તાજેતરમાં સાઇકોલૉજિસ્ટ ડૉ. જૉર્ગ હુબરે બ્રિટનમાં મળેલી એક કૉન્ફરન્સમાં વહેલા ઊઠવાના કેટલાક ફાયદા રજૂ કર્યા છે.

વહેલા ઊઠવાથી પાતળા રહેવાય

જો લાંબા ગાળે સ્વસ્થ રહેવું હોય તો સવારે મોડામાં મોડું છ વાગે ઊઠી જવું જોઈએ એવું બ્રિટનના રિસર્ચરો કહે છે. આની પાછળનું મુખ્ય કારણ છે ઊઠવા સાથે સંકળાયેલી ખાવા-પીવાની આદતો. માણસ જેટલો મોડો ઊઠે એટલી મોડી તેની ખાવાની અને કામ કરવાની સાઇકલ શરૂ થાય ને એટલે જ રાતનું જમવાનું મોડું થાય ને સૂવાના થોડાક વખત પહેલાં જ ખાવાની આદતને કારણે પાચનક્રિયા બગડે, ઊંઘ બરાબર ન આવે એ ઓવરઑલ સ્ટ્રેસ વધે. દિવસની શરૂઆત જ ખોટી થવાને કારણે આખા દિવસની તમામ દૈનિક ક્રિયાઓ પાછી ઠેલાય.

બ્રેકફાસ્ટ ટળે એ મોટી તકલીફ

મોડા ઊઠવાને કારણે બ્રેકફાસ્ટ લેવાનો સમય તેમ જ એમાં ખવાતી ચીજોમાં પણ પરિવર્તન આવે છે જેને કારણે ખૂબ મોટો ફરક પડે છે. બ્રેકફાસ્ટને દિવસનું સૌથી અગત્યનું મીલ ગણવામાં આવે છે. મોડા ઊઠનારા લોકો કાં તો બ્રેકફાસ્ટ મિસ કરે છે કાં પછી બ્રેકફાસ્ટમાં જમવાનું હોય એટલી હેવી આઇટમો ખાઈને પેટ બગાડે છે. વહેલા ઊઠવાથી હેલ્ધી અને પૌષ્ટિક બ્રેકફાસ્ટથી દિવસની શરૂઆત કરી શકાય છે. બ્રેકફાસ્ટ મિસ થવાને કારણે વ્યક્તિ છેક લંચટાઇમ સુધી ભૂખી રહે છે એ પછી કંઈ પણ જન્ક ફૂડ પેટમાં દબાવીને પધરાવે છે.

મેદ વધવાનું સૌથી મોટું કારણ લાંબો સમય ભૂખ્યા રહેવાનું એ પછી એકસાથે અકરાંતિયાની જેમ ખાવામાં આવે છે એ છે. બ્રેકફાસ્ટ મિસ કરનારાઓમાં હેલ્ધી નાસ્તો કરનારાઓ કરતાં મેદસ્વિતાનું રિસ્ક ૩૦ ટકાથી વધુ રહે છે.

વહેલા ઊઠવાના અન્ય ફાયદા

ઓછું સ્ટ્રેસ : સવારે વહેલા ઊઠવાથી તમને રૂટીન કામો પતાવવા માટે પૂરતો સમય મળે છે અને આખો દિવસ ઉત્સાહમાં જાય છે. મોડા ઊઠવાથી મોડે સુધી સુસ્તી અને ઊંઘ ઊડતી નથી. રોજનાં કામો પણ સમયસર પતી જવાને કારણે ઘાઈ નથી થતી. આને કારણે ખાસ કરીને મહિલાઓમાં ઓછું સ્ટ્રેસ ફીલ થાય છે અને મૂડ સુધરે છે.

ફિઝિકલ એક્સરસાઇઝ : એક્સરસાઇઝ તેમ જ મેડિટેશન માટે સમય ફાળવી શકાય છે. વહેલા ઊઠનારાઓ કસરત માટે ખૂબ સરળતાથી થોડોક સમય ફાળવી શકે છે. મોડા ઊઠવાથી શરીરને કસરત તો નથી મળતી અને ઉપરથી કંઈ જ કામ પૂરું ન કરી શક્યાનું ગિલ્ટ પણ અનુભવાય છે.

ક્રીએટિવિટી : સવારના સમયે ક્રીએટિવ થિન્કિંગ કરી શકાય છે. સવારના સમયે મગજ આરામ પછી ફ્રેશ હોય છે. સવારે જ ફિઝિકલ ઍક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઑક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે.

પ્રોડક્ટિવિટી સુધરે : આ એક પ્રૅક્ટિકલ બેનિફિટ છે. સવારે વહેલા ઊઠવાથી દિવસ લાંબો બને છે. એને કારણે કામ કરવાનો સમય વધુ મળે છે. વહેલો દિવસ શરૂ થવાથી સાંજ પડે ત્યાં સુધીમાં વધુ કામ પણ પૂરું કરી શકાય છે. મોડા ઊઠનારાઓ સુસ્તીને કારણે કામ મોડું શરૂ કરે છે. એ પછીથી કામનો ભરાવો થતાં સ્ટ્રેસ અનુભવે છે અને ઓવરઑલ ઓછી પ્રોડક્ટિવિટી ધરાવે છે.

વહેલા ઊઠી શકાય એ માટે શું કરવું?