જો વર્કઆઉટનો ટાઇમ ન હોય તો ફૂડ-હૅબિટ સુધારો

17 October, 2011 08:33 PM IST  | 

જો વર્કઆઉટનો ટાઇમ ન હોય તો ફૂડ-હૅબિટ સુધારો



અભ્યાસ તો મે એન્જિનિયરિંગનો કર્યો છે પણ માત્ર મારા પેરન્ટ્સની ઇચ્છાથી; બાકી મારે ઍક્ટિંગ-ફીલ્ડમાં આગળ વધવું એ તો મેં મનથી જ ક્લિયર રાખ્યું હતું. માઇન્ડ ક્લિયર હતું એટલે જ મેં દરેક સમયે બૉડીનો શેપ જાળવી રાખવાની ટ્રાય ચાલુ રાખી હતી, પણ મારા બૉડી-ફિઝિક્સને સૌથી વધુ બેનિફિટ થયો સબ ટીવીની આર્મી સ્કૂલના બૅકડ્રૉપવાળી સિરિયલ ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’થી. આ સિરિયલના સેટ પર આર્મીના એક્સ-ઑફિસર્સને રાખવામાં આવતા હતા, જે અમને બધા ઍક્ટરને ફ્રી ટાઇમમાં ટ્રેઇનિંગ આપતા હતા. એ ટ્રેઇનિંગને કારણે બૉડી-શેપ અપ કરવાથી માંડીને વર્કઆઉટ અને વર્કઆઉટના બેનિફિટ્સ તો સમજાયા જ; સાથોસાથ એ પણ સમજાયું કે જો વર્કઆઉટ માટે ટાઇમ ન મળતો હોય તો ફૂડ-હૅબિટ એવી ડેવલપ કરવી જેથી વર્કઆઉટ ટાળી શકાય. મેં મારી ફૂડ-હૅબિટ એવી જ રાખી છે જેથી મારે વર્કઆઉટ માટે હાર્ડ એક્સરસાઇઝ કરવી ન પડે.

૨૦૦૬માં શૂટિંગ દરમ્યાન હું જે કંઈ શીખ્યો એ બધું મેં આજના દિવસે પણ જાળવી રાખ્યું છે. યુ વોન્ટ બિલીવ, પણ હું રેર-કેસમાં જ બહારનું લંચ કે ડિનર ખાઉં છું. મારા માટે ઘરથી જ ટિફિન આવે અને હું ઘરનું ફૂડ જ ખાઉં છું. મારું લંચ સિમ્પલ હોય છે. રોટી, સબ્ઝી, સૂપ, થોડા અમસ્તા રાઇસ અને સૅલડ. સાંજના ડિનરમાં પણ આવું જ સિમ્પલ ફૂડ હોય. યુઝ્વલી હું ડિનર સાંજે સાડાસાત વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરી લઉં છું. જો રાત્રે ભૂખ લાગે તો થોડાં ડ્રાયફ્રૂટ્સ કે કૉર્નફ્લેક્સ ખાઈ લઉં, પણ હેવી ફૂડ તો નહીં જ ખાવાનું. જો મોડે સુધી શૂટિંગ ચાલુ રહે તો હું રોસ્ટેડ ઓટ-બિસ્કિટ્સ અને હૉટ મિલ્ક જેવો પ્રમાણમાં થોડો હેવી નાસ્તો કરી લઉં.

વીકમાં પાંચ દિવસ વર્કઆઉટ

સિમ્પલ ફૂડની મેં આદત રાખી હોવાથી મારું વર્કઆઉટ હાર્ડ નથી હોતું. વીકમાં પાંચ દિવસ હું વર્કઆઉટ કરું છું. શૂટિંગને કારણે મારી મૉર્નિંગ હેક્ટિક હોય છે એટલે હું સાંજે વર્કઆઉટ કરવા માટે જઉં છું. મેં કોઈ જિમ-ઇન્સ્ટ્રક્ટર રાખ્યો નથી. મને ખબર પડે છે કે મારે ક્યારે શું કરવું એટલે મને કોઈ સ્પેશ્યલિસ્ટની જરૂર નથી લાગતી. પાંચ દિવસ જિમમાં વર્કઆઉટ કર્યા પછી હું એક દિવસ સ્વિમિંગ અને એક દિવસ આઉટડોર ગેમ્સ કે સાઇક્લિંગ જેવી નૅચરલ એક્સરસાઇઝ કરું છું. મને જૉગિંગ ગમે છે એટલે શક્ય હોય ત્યાં સુધી દિવસમાં એક વાર જૉગિંગ કરવાની ટ્રાય કરું છું. સામાન્ય રીતે મારું જૉગિંગ રાત્રે થતું હોય છે. હું મૅક્સિમમ પાંચ કિલોમીટર સુધી જૉગિંગ કરી શકું છું.

લિક્વિડને આપો ઇમ્ર્પોટન્સ

લિક્વિડ બૉડી માટે બહુ ઇમ્ર્પોટન્ટ છે એવું અમને ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’ વખતે વ્યવસ્થિત રીતે સમજાવામાં આવ્યું હતું. સ્કૂલ ડેઝમાં પણ આ જ વાત સમજાવામાં આવી હતી, પણ ત્યારે એની ગંભીરતા સમજાઈ નહોતી. જોકે હવે સમજાઈ ગઈ છે. હું દિવસમાં દસથી બાર લિટર જેટલું પાણી પીઉં છું અને આ સિવાય ત્રણથી ચાર લિટર જેટલું બીજું લિક્વિડ પીઉં છું. એનર્જી માટે લીંબુ-પાણી, કોકોનટ-વૉટર અને બ્લૅક ટી બેસ્ટ છે. હું ક્રીમલેસ દૂધ પીવાનું રાખું છું. આ ઉપરાંત હું દિવસમાં બે વાર હળદર અને ગરમ પાણીનું મિક્સર પીઉં છું. હળદર બૉડીના ઇનર પાર્ટમાં ઍન્ટિસેપ્ટિકનું કામ કરે છે એટલે બૉડીના ઇન્ટર્નલ પાર્ટમાં ક્યાંય કોઈ અલ્સર હોય તો એને પણ રાહત મળી રહે. સીઝનલ ફ્રૂટ્સ અને એનો જૂસ પણ હું રેગ્યુલર પીતો રહું છું. બહુ ઓછા લોકોને ખબર છે કે આર્મી કૅમ્પમાં સીઝનલ ફ્રૂટ્સ ખાવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે. ઍક્ચ્યુઅલી, સીઝનલ ફ્રૂટ્સમાં સીઝનલ બીમારીઓ સામે લડવાનાં પૂરતાં ટૉનિક હોય છે અને એ જ કારણે સીઝનલ ફ્રૂટ્સ સ્પેસિફિક સીઝનમાં જ દેખાય છે. દાખલા તરીકે વૉટરમેલન. વૉટરમેલનમાં પાણીનું પ્રમાણ પુષ્કળ હોય છે, જે ઉનાળામાં બહુ જરૂરી હોય છે.

કરું સલમાનને ફૉલો

ગ્લૅમરવર્લ્ડમાં સલમાન ખાનનો બૉડી-શેપ અને ફિટનેસ એક્સલન્ટ છે. મને ખબર છે કે તેના જેવું બૉડી બનાવવું મારા જેવા ટીવીના ઍક્ટર માટે ઇમ્પૉસિબલ છે, પણ હું સલમાન ખાનને ફૉલો કરીને તેના જેવો શેપ કરવાની કોશિશ કરતો રહું છું.

- વાતચીત અને શબ્દાંકન:રશ્મિન શાહ