સેલ્ફ-ડિફેન્સ, એક્સરસાઇઝ, ટાઇમ-મૅનેજમેન્ટ એકસાથે શીખવા માટે માર્શલ આર્ટ શીખો

24 October, 2011 07:48 PM IST  | 

સેલ્ફ-ડિફેન્સ, એક્સરસાઇઝ, ટાઇમ-મૅનેજમેન્ટ એકસાથે શીખવા માટે માર્શલ આર્ટ શીખો



(ફિટનેસ ફંડા)

મારે મન ફિટનેસ એટલે માત્ર બૉડી-પૅક્સ નહીં પણ ટોટલી એનર્જેટિક રહેવું. જો માઇન્ડ અને બૉડીથી ફ્રેશનેસ ફીલ ન થતી હોય તો એવા સિક્સ-પૅક્સનો કોઈ મીનિંગ નથી. બ્લાઇન્ડલી બૉડી બનાવવા કરતાં કે બ્લાઇન્ડલી વર્કઆઉટમાં મચ્યા રહેવા કરતાં તો બેટર છે કે

સમજી-વિચારીને એક્સરસાઇઝ કરવામાં આવે અને હેલ્થને જાળવી રાખવામાં આવે.

હું વીકમાં પાંચ દિવસ અલગ-અલગ એક્સરસાઇઝ કરું છું. વેઇટ-ટ્રેઇનિંગ, કાર્ડિઓ, સ્ટ્રેચિંગ, સાઇક્લિંગ અને ક્રૉસ-ટ્રેઇનિંગ મારી રેગ્યુલર એક્સરસાઇઝ છે. આ ઉપરાંત હું

પુશ-અપ્સ અને સ્કિપિંગ જેવી એક્સરસાઇઝ પણ ચેન્જ માટે કરતો રહું છું. જોકે આ બધામાં મને સૂર્યનમસ્કાર સૌથી વધુ ગમે છે, કારણ કે એના માટે કોઈ જિમની કે મશીનની જરૂર પડતી નથી અને છતાં પણ એ બૉડીના સૌથી વધુ પાર્ટને એક્સરસાઇઝ આપવાની સાથે સૌથી વધુ કૅલરી બર્ન કરે છે. મને રનિંગ પણ ગમે છે. હું ઑલમોસ્ટ પાંચ કિલોમીટર સુધી રનિંગ કરી શકું છું. મારા મતે રનિંગ, જૉગિંગ અને વૉકિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ

છે. ચાલવાની આ ત્રણ સ્ટાઇલ અલગ-અલગ પ્રકારની સ્ટૅમિના ડેવલપ કરવામાં હેલ્પફુલ છે. જો હેવી અને હાઈ-કૅલરી ફૂડ બહુ લેવાઈ ગયું હોય તો હું રનિંગ અને જૉગિંગ કરવાનું પ્રિફર કરું છું, બાકી વૉકિંગ પણ મને ગમે છે. નૉર્મલી હું મારા બિલ્ડિંગના ગાર્ડનમાં વૉક કરવાનું રાખું છું.

હું દિવસમાં પાંચથી છ વાર ફૂડ લઉં છું.  થોડું-થોડું જમવાથી ડાઇજેશન સિસ્ટમ પર એકસાથે લોડ નથી આવતો.

મારા ફૂડની શરૂઆત બ્રેકફાસ્ટથી થાય છે. સવારના હું એક કપ કૉફી પીઉં છું. કૉફી પછી બ્રાઉન બ્રેડ સાથે ઑમલેટ કે બનાના અને ઓટ્સનાં બિસ્ક્ટ્સિનો નાસ્તો કરું. એ પછી મારાં બધાં રૂટીન કામ પૂરાં કરવાનાં અને દોઢ-બે કલાક પછી ફ્રેશ અને સીઝનલ ફ્રૂટ્સ ખાવાનાં. મારું બપોરનું લંચ સિમ્પલ હોય છે. સબ્જી, દાલ, રોટી, બ્રાઉન રાઇસ અને ખૂબબધું સૅલડ. રાતનું ડિનર પણ યુઝ્વલી આટલું જ સિમ્પલ હોય છે, પણ એ જનરલી ઑલિવ ઑઇલમાં બનાવવામાં આવે છે. રાતના ફૂડમાં હું કાર્બોહાઇડ્રેટ્સવાળું ફૂડ લેવાનું ટાળું છું.

મારા લંચ અને ડિનર વચ્ચે એકથી બે વાર હળવો નાસ્તો આવી જાય. નાસ્તામાં પૌંઆ અને ઓટ્સનાં બિસ્ક્ટ્સિ હોય અને કાં તો ઈડલી-ચટણી કે ઉપમા હોય. ક્યારેક સાંજના સમયે ડ્રાયફ્રૂટ્સ પણ ખાઈ લઉં. શક્ય હોય ત્યાં સુધી હું ફ્રાઇડ ફૂડ લેવાનું ટાળતો રહું છું. હા, વીકમાં એક દિવસ એવા ફૂડ માટે ફાળવી રાખ્યો છે. એ એક દિવસ દરમ્યાન પાણીપૂરીથી લઈને સમોસા, વડા-પાંઉ અને બર્ગર-પીત્ઝા સહિતનું બધું ખાવાની છૂટ.

ફિટનેસ માટે ફક્ત એક્સરસાઇઝ કે વર્કઆઉટ જ જરૂરી નથી, એના માટે લાઇફને એન્જૉય કરવી પણ જરૂરી છે. હું મારી લાઇફને મારી મરજીથી જીવું છું અને મને એમાંથી મજા પણ આવે છે. મને રીડિંગનો શોખ છે એટલે હું પુષ્કળ વાંચું છું. મને યોગ પણ આવડે છે એટલે જ્યારે સમય મળે અને ફ્રેશ થવાની ઇચ્છા હોય ત્યારે હું યોગ પણ કરું છું. મારા સન સાથે પ્લેસ્ટેશન ગેમ્સ રમવાની અને સ્વિમિંગની મજા પણ લઉં છું. રિલૅક્સ થવાથી પણ ફિટનેસમાં પૉઝિટિવ ચેન્જ દેખાતો હોય છે. આ ઉપરાંત લાઇફમાં પૉઝિટિવિટી પણ હોવી જોઈએ.

માર્શલ આર્ટ

છેલ્લા થોડા સમયથી હું માર્શલ આર્ટ શીખી રહ્યો છું. સેલ્ફ-ડિફેન્સ માટે તો માર્શલ આર્ટ બેસ્ટ છે જ, પણ એની સાથે એક્સરસાઇઝ માટે પણ બેસ્ટ છે. હું તો માનું છું કે દરેક પેરન્ટે પોતાનાં બાળકોને માર્શલ આર્ટ શીખવવી જોઈએ જેથી બાળકોને એક્સરસાઇઝની સાથોસાથ સેલ્ફ-ડિફેન્સ અને ટાઇમ-મૅનેજમેન્ટનું નૉલેજ મળે.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ