ભાવે એવું નહીં, પચે એવું ખાઓ

19 November, 2012 08:03 AM IST  | 

ભાવે એવું નહીં, પચે એવું ખાઓ



ફિટનેસ Funda


બૉલીવુડના જાણીતા સ્ટાર સંજય દત્તે વર્કઆઉટથી માત્ર પોતાની હેલ્થનું જ નહીં પણ વર્કઆઉટની ટિપ્સથી હૃતિક રોશન, સલમાન ખાન અને અજય દેવગણ જેવા ઍક્ટરનું પણ ધ્યાન રાખ્યું છે. આજે પણ ઘણા સ્ટાર્સ સંજય દત્ત પાસેથી હેલ્થને મેઇન્ટેઇન રાખવાની ટિપ્સ લેતા રહે છે. ઍક્ટર સુનીલ દત્ત અને નરગીસના આ દીકરાએ પોતાની કરીઅરની શરૂઆત ‘રૉકી’ ફિલ્મથી કરી અને એ પછી તેણે ‘સાજન,’ ‘ખલનાયક,’ ‘કિડનૅપ,’ ‘લક,’ ‘વાસ્તવ,’ ‘ધમાલ,’ ‘અગ્નિપથ’, ‘લગે રહો મુન્નાભાઈ’ અને ‘મુન્નાભાઈ એમબીબીએસ’ જેવી પચાસથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આવનારા સમયમાં સંજય દત્ત ‘શેર,’ ‘સામી,’ ‘દોસ્ત,’ અને ‘આસમાન’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. ઍક્ટર સંજય દત્તે હવે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે, જે પ્રોડક્શન હાઉસમાં તેને લઈને બીજી બે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. એક ઍક્ટર સામાન્ય રીતે પિસ્તાળીસની ઉંમર વટાવ્યા પછી ધીમે-ધીમે બાપના રોલ તરફ ડાયવર્ટ થઈ જતો હોય છે, પણ સંજુબાબાને આ વાત સહેજે લાગુ નથી પડતી. ત્રેપન વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ આજે બાબાને ધ્યાનમાં રાખીને રોલ લખવામાં આવે છે અને બાબાને લીડ ઍક્ટર તરીકે લઈને ફિલ્મ બને છે. ઓન્લી ડ્યુ ટુ હિઝ ફિટનેસ. સંજય દત્તની ફિટનેસનું રહસ્ય જાણીએ તેની પાસેથી જ.

રુટિન વર્કઆઉટ

નૉર્મલી હું દિવસમાં બે વાર વર્કઆઉટ કરું છું. સન્ડે વર્કઆઉટમાં છુટ્ટી રાખું છું પણ ડાયટ પ્લાન પ્રૉપર્લી ફૉલો કરવાનો, એમાં કોઈ રજા નહીં. ડાયેટ પ્લાનમાં છુટ્ટી મહિનામાં એક જ વાર રાખવાની. એ દિવસે હું આલ્કોહોલ પણ લઉં અને સ્વીટ્સ પણ જે ખાવી હોય એ ખાઉં. સામાન્ય રીતે હું આ ચીટિંગ ડે એવો પસંદ કરું છું કે જે દિવસે પાર્ટી હોય કે મારા ફૅમિલી કે ફ્રેન્ડનો બર્થડે હોય. જેથી પાર્ટીની મજા પણ લઈ શકાય અને ચીટિંગ ડેનો બેનિફિટ પણ લઈ શકાય.

વર્કઆઉટનું શેડ્યુલ


દિવસમાં બે વાર હું વર્કઆઉટ કરું છું, જેનું શેડ્યુલ મેઇનલી મારો ફિઝિકલ ટ્રેનર નક્કી કરે છે પણ એમ છતાં આ બે વારના વર્કઆઉટમાં હું ૪૫ મિનિટ કાર્ડિયો કરું છું. કાર્ડિયો કર્યા પછી સ્પિનિંગ, ડમ્બેલ્સ અને એ પછી ઍરોબિક એક્સરસાઇઝ પણ કરવાની હોય છે. વચ્ચે એક-બે ફિલ્મ માટે મારે એઇટ-પૅક ડેવલપ કરવાના હતા એટલે મેં એમ.એમ.એ. (મિક્સ માર્શલ આર્ટ્સ) પણ શરૂ કર્યું હતું, જેમાંથી મેં હમણાં રેસ્ટ લીધો છે. મિક્સ માર્શલ આર્ટ્સથી પગ અને હાથના ભાગની એક્સરસાઇઝ તો મળે જ છે પણ સાથોસાથ ટમી અને ચેસ્ટના ભાગને પણ પૂરતી એક્સરસાઇઝ મળતી રહે છે. એમએમએને અત્યારની લેટેસ્ટ એક્સરસાઇઝ તરીકે જોવામાં આવે છે, પણ આ એક્સરસાઇઝ નૉર્મલ લાઇફમાં સહેજ પણ જરૂરી નથી. મને લાગે છે કે નૉર્મલ અને રૂટીન લાઇફ જીવતા લોકો માટે વૉકિંગ અને જૉગિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે. ચાલીસ-પિસ્તાળીસની એજ પાર કરનારાઓનું પેટ બહાર દેખાતું હોય છે. આ મેટાબોલિઝમ સિસ્ટમ નબળું પડ્યાની નિશાની છે. રેગ્યુલર વૉકિંગ અને જૉગિંગ કરવાથી મેટાબોલિઝમ સિસ્ટમને રી-ઍક્ટિવ કરી શકાય છે. મુંબઈની હાર્ડ લાઇફને કારણે સ્ટ્રેસ પણ વધતું જાય છે. સ્ટ્રેસ પણ મેટાબોલિઝમ સિસ્ટમ પર અસર કરી શકે છે એટલે શક્ય હોય ત્યાં સુધી સ્ટ્રેસ લેવાનું ટાળવું જોઈએ.

સીધો સંબંધ

વર્કઆઉટ અને ડાયટ પ્લાન વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ છે. વર્કઆઉટ કર્યા પછી પ્રૉપર ડાયટ લેવામાં ન આવે તો હેલ્થને અસર થતી હોય છે એટલે જો જિમમાં જઈને વર્કઆઉટ કરવું હોય તો ઇન્સ્ટ્રક્ટર પાસેથી ડાયટ પ્લાન લેવો અનિવાર્ય છે. મારા વર્કઆઉટ મુજબ મારો ડાયટ પ્લાન બનતો હોય છે. અત્યારના મારા ડાયટ પ્લાન મુજબ હું બ્રેકફાસ્ટમાં બ્રાઉન બ્રેડ અને પીનટ બટર લઉં છું. એ સાથે ફૅટ ફ્રી મિલ્ક અને બૉઇલ વાઇટ એગ હોય. બપોરે લંચમાં બ્રાઉન રાઇસ, ગ્રીન સૅલડ, કોઈ એક નૉન-વેજ આઇટમ અને દહીં હોય. હું જનરલી સબ્જી બૉઇલ કરેલી ખાઉં છું. રાતનું મારું ફૂડ પણ આવું જ હોય. શૂટિંગમાં હોઉં ત્યારે જો ડાયટ પ્લાન મેઇનટેન ન થઈ શકે તો વર્કઆઉટ વધારી દઉં છું. પહેલાં મને સ્પાઇસી અને ઑઇલી ફૂડની આદત હતી, પણ છેલ્લાં પાંચેક વર્ષથી મેં એ ટાઇપનાં ફૂડ પર કન્ટ્રોલ કર્યો છે. હવે હું ઓછા તેલવાળું ફૂડ પ્રિફર કરું છું. જોકે તીખુ અને ઑઇલી ફૂડ આજે પણ મને એટલું જ ભાવે. આમ તો મેં આખા દેશનું ફૂડ ખાધું છે પણ એ બધા ફૂડમાં મને સૌથી વધુ રાજસ્થાની અને પંજાબી ફૂડ ભાવે છે. રાજસ્થાની ફૂડમાં દાલબાટી અને ગટ્ટાનું શાક મારા ફેવરિટ છે તો પંજાબી ફૂડમાં મકાઇની રોટી અને રિયલ પંજાબના ટેસ્ટની લસ્સી મને બહુ ભાવે.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ