જો તમને આવો થઈ રહ્યો છે અનુભવ તો તમે બિમાર પડી શકો છો.

02 July, 2019 07:45 PM IST  | 

જો તમને આવો થઈ રહ્યો છે અનુભવ તો તમે બિમાર પડી શકો છો.

પ્રતીકાત્મક સ્ટોરી

જ્યારે તમને તમારા શરીરમાં કઇંક અજુગતું થઇ રહ્યું હોય તેવું અનુભતા હોય તો તમને ખ્યાલ આવી જાય છે કે તમે બિમાર પડી શકો છો. તમને છાતીમાં દુ:ખાવાથી કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તમારે તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. તમે થોડા સમયમાં સારો અનુભવ કરી શકશો જેની માટે રાહ જોવી જોઈએ નહી. જો તમને સ્ટ્રોક આવે કે હાર્ટ અટેક આવે તો તમારે તરત જ ડોક્ટરોની સહાયતા લેવી જોઈએ જો તમે આ વાતની અજાણ છો ચાલો તમને આ વિશે થોડી માહિતી આપીએ જે તમને મુશ્કેલ સમયમાં મદદરૂપ થશે.

જેમ-જેમ ઉમર વધતી જાય છે આ પ્રકારના દુખાવા સામાન્ય થઈ જાય છે. શરીરમાં ક્યાંકને ક્યાંક દુખાવાની સમસ્યા રહેતી હોય છે. વધતી ઉમર સાથે તમે ઘણીવાર જોવો છો કે તમે પહેલા જેટલા ફ્લેક્સિબલ કે તાકાતવર રહેતા નથી. વધતી ઉમર સાથે શરીરના સાંધાઓમાં દુ:ખાવો રહે છે. ઉમરના એક પડાવ પછી લોકોએ વ્યાયામનો સહારો લેવો જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

હાર્ટબિટ્સમાં વધારો-ઘટાડો થવો

જો કેટલાક સમય માટે તમારી હાર્ટબિટ્સમાં વધારો કે ઘટાડો થાય તો તમને દિલ સાથે જોડાયેલી સમસ્યા હોઈ શકે છે. છાતીમાં ગંભીર દુખાવા કે ચાલવા કે બોલવામાં સમસ્યા હોવી દિલ કે સ્ટ્રોકનું આગમન હોઈ શકે છે. જો તમે સતત કસરત કરતા હોય અને કસરતમાં સમસ્યા થતી હોય તો તમારે ડોક્ટરને મળવુ જોઈએ.

આ પણ વાંચો: પોતાની ભુલ માનવી એ સારી બાબત છે, પણ આ ટેવ બિમારીના સંકેત હોઇ શકે છે

ઘણીવાર ભુખ લાગવા કે ન લાગવાના કારણે પણ શરીરમાં સમસ્યા હોઈ શકે છે. આપણા શરીરમાં જો ભુખ લાગવાની સમસ્યા કે ન લાગવાની સમસ્યા સર્જાય તો તમારે ડોક્ટરોનો સંપર્ક કરવો જોઈએ

health tips gujarati mid-day