વાઇફને લાગે છે કે મુખમૈથુન અને હસ્તમૈથુનને કારણે વહેલી નપુંસકતા આવી છે

04 November, 2020 01:21 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

વાઇફને લાગે છે કે મુખમૈથુન અને હસ્તમૈથુનને કારણે વહેલી નપુંસકતા આવી છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી વય છે ૪૨ વર્ષ. મારી વાઇફને હું ખૂબ પ્રેમ કરું છું, પણ હમણાં થોડીક મુસીબતમાં ફસાયો છું. લગ્ન થયાં ત્યારે શરૂઆતમાં તેને મને મુખમૈથુન કરી આપવામાં સંકોચ થતો હતો. જોકે થોડીક સમજાવટ તો થોડીક મજાને કારણે ધીમે-ધીમે તેને એ ગમવા લાગ્યું. વચ્ચે બેએક વરસનો ગાળો ધંધાને કારણે એટલો ટેન્શનવાળો અને હેક્ટિક હતો કે અમારી સેક્સલાઇફ સાવ જ નિરસ થઈ ગઈ. હવે બધું થાળે પડ્યું છે પણ સેક્સલાઇફમાં ઓટ આવી ગઈ છે. હમણાંથી મારી વાઇફ ફોરપ્લે દરમ્યાન હસ્તમૈથુન અને મુખમૈથુન કરી આપે છે પણ હવે ઉત્તેજના આવવામાં વાર લાગે છે. પહેલાં તો તેના સ્પર્શ માત્રથી ઇન્દ્રિયમાં ખૂબ જ ઉત્તેજના અને કડકપણું આવી જતું. મારી વાઇફને લાગે છે કે મુખમૈથુન અને હસ્તમૈથુનની આડઅસરને કારણે વહેલી નપુંસકતા આવવા લાગી છે. અમે બન્ને ચિંતામાં છીએ. શું કરવું?
જવાબ- બે વરસ પહેલાં પત્નીના સ્પર્શ માત્રથી ઉત્તેજના આવી જતી અને હવે ઉત્તેજનામાં વાર લાગે છે. એની પાછળ હસ્તમૈથુન કે મુખમૈથુન કારણભૂત નથી. એવું થવા પાછળ વધતી જતી ઉંમરને કારણે શરીરમાં આવતાં હૉર્મોનલ પરિવર્તનો જવાબદાર છે. યુવાનીમાં કોઈ સુંદર છોકરીને જોઈને અથવા તો સુંદર સ્ત્રીની કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હોય છે કેમ કે એ વખતે પુરુષ હૉર્મોન્સનું પ્રમાણ ખૂબ જ હાઇ હોય છે. જેમ-જેમ ઉંમર વધતી જાય, પુરુષ-હૉર્મોન્સમાં ઊણપ આવતી જાય છે. એ જ કારણોસર અત્યારે તમને ઉત્તેજના આવવામાં વાર લાગે છે.
મને લાગે છે કે પત્નીના સ્પર્શથી પહેલાં જેવી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો તો તમારી અડધી ચિંતા ઘટી જશે. બીજું, તમે વચ્ચેનો બે વર્ષનો ગાળો ખૂબ જ સ્ટ્રેસ અને તાણમાં કાઢ્યો છે. એ બધાની આડઅસર પણ શરીર પડી શકે છે. હજીય કદાચ મનના કોઈક ખૂણે એનો સ્ટ્રેસ સંઘરાયેલો પડ્યો હોય એવું પણ બની શકે છે. સ્ટ્રેસ એ સેક્સલાઇફનો સૌથી મોટો દુશ્મન છે. જેટલું રિલૅક્સ રહીને ઉંમરને કારણે થતા પરિવર્તનો સ્વીકારી લેશો તો સેક્સલાઇફને કોઈ આંચ નહીં આવે.

sex and relationships dr ravi kothari