ઘરમાં 5 મિનિટમાં બનાવો શુદ્ધ એલો વેરા જેલ, જાણો ફાયદા

08 January, 2019 02:53 PM IST  | 

ઘરમાં 5 મિનિટમાં બનાવો શુદ્ધ એલો વેરા જેલ, જાણો ફાયદા

એલો વેરા જેલ

હા, એલોવેરા જેલનો ઉપયોગ સૌંદર્ય અને આરોગ્ય માટે આશરે 2 હજાર વર્ષથી કરવામાં આવે છે. એલો વેરા જેલમાં જરૂરી વિટામીન જેમકે વિટામીન એ, સી, ઈ, બી12 અને ફોલિક એસિડ એન્ટીઑક્સીડેન્ટની જેમ કામ કરવામાં અમને સ્વસ્થ રાખે છે. અને તેમાં ઘણાં મિનરલ જેમકે કેલ્શિયમ, કતૉપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને ઝિંક જે આપણા શરીરને ઘણી રીતના કામ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં મળી આવેલા ફેટી એસિડ એને એન્ટિસેપ્ટિક અને પીડા ઘટાડવા ગુણધર્મો પ્રદાન કરે છે.

આ ઉપરાંત એલો વેરા જેલ તમારી સ્કિન માટે પણ સારી છે એમાં હાજર ફાઈબ્રોબ્લાસ્ટ સેલ્સને વધારી દે છે, જેનાથી શરીરમાં કોલેજન અને ઇલાસ્ટિન ફાઇબરનું ઉત્પાદન વધે છે. આ ફાઈબર ત્વાચાના લવચીકતાને વધારે છે અને કરચલીઓને ઘટાડે છે. એમા મળી આવેલા અમીનો એસિડ, કઠોર ત્વાચાને મુલાયમ બનાવે છે. એલોવેરા જેલ ત્વાચાને ગ્લો કરે છે. જો તમારી ત્વાચા સૂર્યકિરણના લીધે તમારી ત્વાચા બળી ગઈ છે, તો એલો વેરા જેલ સૂર્યકિરણથી બળેલી ત્વાચાને સુંદર કરવાનું કામ કરે છે.

એલો વેરા જેલના એટલા ફાયદા છે કે આજે દરેક લોકો પોતાને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે એનો ઉપયોગ કરવા ઈચ્છે છે. આંમ તો એલો વેરા જેલ બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તાજા જેલનો ઉપયોગ કરવો વધારે સારૂં છે અને એનો કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. એટલે તમે સરળતાથી ઘરે એલો વેરા જેલ બનાવી શકો છો. આવો ઘરે 5 મિનિટમાં શુદ્ધ અને તાજું એલો વેરા બનાવવાની સરળ વિધિ વિશે જાણીએ.

એલોવેરા જેલ બનાવવાની સામગ્રી

લીંબૂનો રસ -1/2
એલો વેરા - 1 પાન
ગુલાબ જળ - 9 થી 10 ટીપાં

બનાવવાની રીત

સૌથી પહેલા એલો વેરાને સારી રીતે ધોઈને કાંટાવાળા ભાગને કાપી લો.
હવે એના ઉપરના લીલા ભાગને નીકાળી લો.
તમને જેલ દેખાશે. હવે આ જેલને છરીના મદદથી નીકાળી એક વાટકામાં રાખી લો.
પછી એને મિક્સરમાં પીસીને લિક્વિડ રૂપમાં તૈયાર કરી લો.
એલો વેરા જેલ તૈયાર છે. એને તમે એક સપ્તાહ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો.
પરંતુ જો તમને સ્કિન માટે એનો ઉપયોગ કરવો છે તો તમે એમાં લીંબૂનો રસ મિક્સ કરી લો.
લીંબૂનો રસ આપણે એટલે મિક્સ કરીએ છીએ કારણે એમાં વિટામીન સી મળી આવે છે, જે તમારા જેલને એક સપ્તાહ સુધી ખરાબ થવા નથી દેતું.
હવે એમાં ગુલાબ જળને ભેળવી લો. એમાં ગુલાબ જળ એટલાં માટે કે એ જેલને સારી સુંગધ આપે છે.

સાવચેતીઓ

એલો વેરા જેલ બનાવતી વખતે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખાવાનું રહેશે.
એલો વેરા જેલ નીકાળતા પહેલા તમારા બન્ને હાથોને સારી રીતે ધોઈ લો કારણકે તમારા હાથો પર લાગેલી ગંદકી જેલને ખરાબ કરી શકે છે.
મોટા પાંદડાઓથી જ જેલ નીકાળો. મોટા પાંદડાઓથી કાઢેલુ જેલ વધારે ફાયદેમંદ હોય છે.
કાપેલા પાંદડાઓને 10 મિનિય સુધી એમ જ રાખો. એવું કરવાથી પાંદડામાંથી નીકળનારો જાડો પીળો પદાર્થ નીકળી જશે. આ જાડા પીળા પદાર્થમાં લેટેક્સ મળી આવે છે, જે બૉડી માટે હાનિકારક હોય છે અને સ્કિનમાં બળતરા થાય છે.
ગર્ભવસ્થામાં એલો વેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં.