Lockdown Tips: ગૌર ગોપાલ દાસ જણાવે છે મન શાંત રાખવાના અકસીર ઉપાયો

06 May, 2020 11:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Lockdown Tips: ગૌર ગોપાલ દાસ જણાવે છે મન શાંત રાખવાના અકસીર ઉપાયો

ગૌર ગોપાલ દાસ

દુનિયા આખીમાં કોરોનાનો કહેર વધતો ચાલ્યો છે ત્યારે જે અંધાધુંધી માનસિક સ્તરે પણ ફેલાઇ છે તે ખરેખર ચિંતાજનક છે. વ્યવસાયી જિંદગીઓ ખોરંભાઇ ગઇ છે તો લોકોને હળવુંમળવું સપનું બની ગયું છે અને લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ આની અસર પડી રહી છે. આવા સમયે મન શાંત રાખવું જરૂરી છે અને આ માટે જ મોટિવેશનલ સ્પિકર ગૌર ગોપાલ દાસ આપણને કેટલીક અગત્યની ટિપ્સ આપે છે જેથી લૉકડાઉન દરમિયાન આપણું મન શાંત રહી શકે.

સંબંધો મજબુત કરવા

લૉકડાઉને આપણને મોકો આપ્યો છે કે આપણે માત્ર આપણા કુટુંબો નહીં પણ જાત સાથે પણ કડી મજબુત બનાવીએ. તેઓ કહે છે, “કોઇ બીજાને ભેટ આપી શકે તો સૌથી કિમતી ભેટ સમયની છે એમ કહેવાય છે. લૉકડાઉને આપણે સ્વજનો સાથે સમય પસાર કરવાનો સમય આપ્ય છે. જો આપણે 24 કલાક સુધી આપણાં ગમતા લોકો સાથે સમય પસાર કરીએ તો દલીલો અને અહંમનો ટકરાવ તો થશે જ કારણકે આપણને પર્સનલ સ્પેસ નહીં મળે. આ માટે જ સંબંધો મજબુત કરવા માટે જરૂરી છે કે તમે તમારા સ્વજનોને પણ સ્પેસ આપો. અને આ કંઇ ફિઝિકલ સ્પેસની વાત નથી પણ સંવેદનાઓ અને લાગણીઓને મેન્ટલ સ્પેસ આપવાની વાત છે. તે દરેકની પર્સનલ સ્પેસ છે અને જેને જેમ ઠીક લાગે તેમ કરી શકે છે. કોઇ વેબ સિરિઝ જુએ તો કોઇ મેડિટેશન કરે તો કોઇ સર્જનાત્કમ હોબી કરે.”

 

દરેકને પોતાની પર્સનલ સ્પેસ મેળવવાનો હક છે પણ તેનો અર્થ એમ નથી કે કુટુંબમાં જવાબદારી પણ ન લે. ક્યારેક પોતાની સ્પેસમાંથી બહાર આવીને બીજાને મદદ કરાવથી પણ સંબંધો મજબુત બને છે. ગૌર ગોપાલ દાસનું કહેવું છે કે, “કોઇને આઇ લવ યુ કહેવું પુરતું નથી પણ જ્યારે આપણે આપણા સાથીને મદદ કરીએ ત્યારે તેને પણ ખુશી થાય છે, માત્ર વાતો કરવાથી જ આનંદ આવે એમ નથી હોતું.”

જાતનું જતન કરવા અંગે તેમનું માનવું છે કે દરેકે ચોક્કસ રૂટિન અનુસરવું જોઇએ અને જાતના વિકાસ પર ધ્યાન આપવું જોઇએ. તેમણે કહ્યું કે, “આપણે મુંગા બેસી શકાય તે માટે જાતને સમય આપવો જોઇએ જેથી આપણે આપણી સ્પેસમાં રહી શકીએ, આપણે સ્વજનોને સમય આપીએ ત્યરે જાતને સમય આપીએ અને આત્મવિશ્લેષણ કરીએ તે પણ જરૂરી છે. તેમનુ કહેવું છે કે ડાયરી લખવાથી વિચારોની સાચી દિશામા લઇ જઇ શકાય છે. વિચારોમાં સ્પષ્ટતા આવે છે અને ભલે તમે તેમાં ગમે તેટલો સમય આપતા હોય પણ તેનાથી ફેર તો પડે જ છે, કોઇપણ ફિલ્ટર વગર વિચારો લખશો તો જાત પર અને જિંદગી પર બહેતર વિચારી શકશો. આફણે લખી શકીએ કે લૉકડાઉન પછી આપણે શું કરવા માગીએ છીએ વગરે.”મૌન પણ આપણને પોતાના વિચારો અંગે દૃષ્ટિકોણ પુરો પાડે છે. દાસનું કહેવું છે કે લોકો અચોક્કસતા વચ્ચે જીવી રહ્યા છે ત્યારે મૌન બહારનાં ઘોંઘાટોને કાપવામાં મદદ કરે છે અને અંતર મનને આપણે સાંભળી શકીએ છીએ.

ઇચ્છાઓ પર કાબુ

લૉકડાઉન લોકોને ઘરોમાં રહેવા મજબુર કરી રહ્યું છે ત્યારે આપણા વ્યસનો પર હંગામી રોક લાગે છે, તે સ્મોકિંગ હોય કે બીડી કે તમાકુ પાન વગેરે.આમ થવાથી વિડ્રોઅલ સિમ્પટમ્સ આવશે અને દાસે કહ્યું કે, “ડિ-એડિક્શન સ્પેશ્યાલિસ્ટે આ સમયમાં લોકો સાથે સંપર્ક કરીને આવી ઇચ્છા અન તલપ પર કેવી રીતે કાબુ રાખી શકાય તે શિખવવું જોઇએ, તેની તાલીમ આપવી જોઇએ.વ્યકિતએ વિચારવું જોઇએ કે લૉકડાઉન પછી શું આ તલપ રાખવી જરૂર હશે કે પછી તે આ કાયમ માટે છોડી શકશે.”

 

 કેવી રીતે રહેશો હકારાત્મક

મુશ્કેલીના સમયમાં હકારાત્મક રહેવાનો દરેક જણ પ્રયાસ કરે છે ત્યારે મન શાંત રાખવું મુશ્કેલ છે કારણકે સમાચારોનો ધોધ વહ્યા કરતો હોય છે. તમે અપડેટ્સ તો ન રોકી શકો અને રોગચાળાના સમાચાર પણ ન ટાળી શકો પણ તમે જેમ સ્વાસ્થ્ય માટે ખાવ છો તેમ તમારા વિચારોને પણ સારા પોષણની જરૂર હોય છે જે તમને સંજોગોની ગંભીરતા સમજાવે તેને વિષે સ્વસ્થ રીતે વિચારતા શીખવે. તમારા કુટુંબીઓ સાથે હકારાત્મક વાર્તાલાપ કરો અને સારા વિચારો કરો જેથી તમે શાંત અને ખુશ રહી શકો તેમ ગૌર ગોપાલ દાસનું કહેવું છે.

 

radio city coronavirus life and style