ડેન્ગીમાં ડ્રેગન ફ્રૂટ

08 December, 2014 06:32 AM IST  | 

ડેન્ગીમાં ડ્રેગન ફ્રૂટ




હેલ્થ-વેલ્થ- સેજલ પટેલ

તાવ આવ્યો હોય ત્યારે પચવામાં ભારે ચીજોના સ્થાને હળવાં છતાં પોષકતત્વોથી ભરપૂર ફળો ખાવાનું કહેવામાં આવે છે. ડેન્ગીનો વાયરો ચાલી રહ્યો છે ત્યારે એમાં દરદીઓને ખાસ ડ્રેગન ફ્રૂટ ખાવાનું રેકમેન્ડ કરવામાં આવી રહ્યું છે. આમેય અમુક સિલેક્ટેડ સુપરમાર્કેટ્સમાં જ વેચાતું ડ્રેગન ફ્રૂટ એને કારણે ઑર મોંઘું થઈ ગયું છે. શું ખરેખર ડ્રેગન ફ્રૂટ ડેન્ગીના ફીવરમાં ખાવું જોઈએ? અન્ય ફળો કરતાં એનો ફાયદો કેમ વધારે થાય છે એ જાણવું જમરી છે.

ડેન્ગીમાં અપાય?

ડ્રેગન ફ્રૂટને મલ્ટિપલ ન્યુટ્રિશન ફૂડ ગણાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે ‘યસ, ડ્રેગન ફ્રૂટને ડેન્ગીના તાવમાં જમર ખાવું જોઈએ. ડેન્ગીના તાવ વાઇરસને કારણે ફેલાય છે. આ તાવમાં લોહીમાંના પ્લેટલેટ કણો ઘટી જાય છે જે ક્યારેક ડેન્જરસ બની જાય છે. રોગપ્રતિકારકશક્તિ ઘટી જાય છે. ડ્રેગન ફ્રૂટથી વાઇરસ ખતમ થઈ જાય એવું નથી, પણ વાઇરસે શરીરમાં જે તબાહી મચાવીને ઝેરી દ્રવ્યો પેદા કયાર઼્ હોય એને બહાર કાઢવામાં આ ફળ ખૂબ જ સારું કામ આપે છે. એટલે જ આ ફળના સેવનથી ડેન્ગીની રિકવરી સરળ અને ઝડપી બનાવી શકાય છે.’

વિટામિન C અને આયર્ન

આ ફળમાં ખૂબ જ સારાં પોષકતત્વો ઠાંસી-ઠાંસીને ભરેલાં છે એટલું જ નહીં, એ પોષકતત્વો તરત જ લોહીમાં શોષાઈને ભળી શકે એવા સરળ ફૉર્મમાં હોય છે એમ જણાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘એમાં વિટામિન C અને આયર્ન બન્નેનું અદ્ભુત કૉમ્બિનેશન છે. સામાન્ય રીતે આયર્ન જેમાંથી મળતું હોય છે એ ચીજોમાં વિટામિન C પણ હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. આયર્ન લોહીમાં ભળે એ માટે વિટામિન ઘ્ની હાજરી જમરી હોય છે. આ બન્ને એક જ ફળમાં હાજર હોવાથી ડ્રેગન ફ્રૂટનું આયર્ન શરીરમાં જલદીથી કામ કરતું થઈ જાય છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે આયર્નની જમરિયાત વધારે હોય છે. ડ્રેગન ફ્રૂટનું આયર્ન સુપાચ્ય ફૉર્મમાં હોવાથી ડેન્ગી કે ઈવન કોઈ પણ પ્રકારના તાવમાં એનાથી ફાયદો થાય છે.’

ઝેરી દ્રવ્યોનો નિકાલ

ડેન્ગીને કારણે બૉડીમાં ટૉક્સિન્સ પેદા થાય છે. એને કારણે જ સાંધામાં દુખાવો અને કળતર થાય, બૉડી તૂટતું હોય એવું લાગે છે. જૉઇન્ટ્સમાં સોજા અને લાલાશ આવી જાય છે. આ બધાં લક્ષણો છે બૉડીમાં ઝેરી દ્રવ્યોનો ભરાવો થયાનાં. આ લક્ષણમાં પણ ડેન્ગી અકસીર દવાનું કામ કરી શકે છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ડ્રેગન ફ્રૂટમાં ખૂબ સારી માત્રામાં પોટૅશિયમ રહેલું છે. આ ખનીજ તત્વ ઝેરી દ્રવ્યોને બહાર કાઢવામાં અને બૉડીમાં યોગ્ય માત્રામાં ફ્લુઇડનું પ્રમાણ જાળવી રાખવાની કામગીરી કરે છે. પોટૅશિયમ ખનીજને કારણે ઝેરી દ્રવ્યો યુરિન વાટે બહાર ફેંકાઈ જતાં સાંધાના સોજા ઘટે છે અને શરીરમાં લાલાશ અને કળતર ઘટે છે. સાથે જ એમાં વિટામિન ગ્ કૉમ્પ્લેક્સ, લાયકોપિન નામનું રંજકદ્રવ્ય અને ફાઇટોન્યુટ્રિઅન્ટ્સ તરીકે ઓળખાતાં કેમિકલ્સ પણ છે. આ કેમિકલ્સ બૉડીના ડૅમેજ થયેલા કોષોને રિપ્લેસ કરે છે. ટૂંકમાં ક્લેન્ઝિંગની કમ્પ્લીટ પ્રક્રિયા કરી શકે એવાં કુદરતી કેમિકલ્સનો ભંડાર ડ્રેગન ફ્રૂટમાં છે.’

અન્ય ફ્રૂટ્સ કરતાં કેમ સારું?

આમ જોવા જઈએ તો દરેક ફળમાં વધતે-ઓછે અંશે અમુક-તમુક પોષકતત્વો અને વિટામિન્સ રહેલાં હોય જ છે, પણ જ્યારે રોગપ્રતિકારકશક્તિ અને પાચનશક્તિ ઠેબે ચડી હોય અને શરીરમાં ઝેરી ટૉક્સિન્સનો ભરાવો થયો હોય ત્યારે ડ્રેગન ફ્રૂટ ખરેખર મિરૅકલ ફ્રૂટ બની રહે છે. એનું કારણ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આમ તો ફીવર આવે ત્યારે વિટામિન C આપે એવાં કોઈ પણ ફળો ખાઈ શકાય. દાડમ, ઑરેન્જ જેવાં ફળોથી જમર ફાયદો થાય. પણ એમાં ન્યુટ્રિશનનું કમ્પ્લીટ પૅકેજ ન મળે. જેમ કે ઑરેન્જથી વિટામિન C મળે પણ આયર્ન માટે સપ્લિમેન્ટ્સ લેવાં પડે. દાડમ ખાવાથી કબજિયાત થઈ શકે. આમેય ફીવર વખતે પાચન નબળું હોય ત્યારે દાડમ ખાવામાં આવે તો પાચન પર અસર થાય જ. ડ્રેગન ફ્રૂટમાં ફાઇબરનું પ્રમાણ પણ સારુંએવું છે. ફાઇબર હોવાથી પાચન પણ ધીમે-ધીમે અને લાંબો સમય ચાલે છે, જેને કારણે પેટ ભરાયેલું ફીલ થાય છે અને ફાઇબરને કારણે પેટ સાફ લાવવામાં મદદ થાય છે.’

એવરગ્રીન ફળ

પોષકતત્વોનું કૉમ્બિનેશન ધરાવતું આ ફળ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને હાર્ટના દરદીઓ માટે પણ ઉત્તમ છે. વજન ઘટાડવા મથતા લોકો પણ ડાયટમાં એનો રેગ્યુલર સમાવેશ કરી શકે. કૅલરી ઓછી હોવા છતાં શરીરને જમરી વિટામિન્સ અને ખનીજક્ષારો સારીએવી માત્રામાં મળતાં હોવાથી વેઇટ-લૉસ ડાયટમાં પણ એ ફેવરિટ ફ્રૂટ ગણાય છે.કિડનીની સમસ્યાને કારણે સોજા ચડી જતા હોય ત્યારે પણ આ ફળ દવા બને. પ્રેગ્નન્સીમાં વિટામિન્સ, આયર્ન અને ફાઇબરની વધેલી જમરિયાતને પણ આ ફ્રૂટ પૂરી કરે છે. બાળકોના વિકાસનાં વષોર્માં પણ પોષક છે. ડીટૉક્સિફાઇંગની પ્રક્રિયા ખૂબ જ સારીરીતે પાર પાડતું હોવાથી ત્વચા અને વાળના નિખાર માટે એનો ઇન્ટરનલ અને એક્સ્ટર્નલ બન્ને પ્રકારનો ઉપયોગ ફાયદાકારક છે.

કેવી રીતે ખાવું?

ડ્રેગન ફ્રૂટની છાલ એકસરખા રંગવાળી હોય એવું ફળ લેવું જોઈએ. એની છાલ ખાદ્ય નથી હોતી, માત્ર ગર જ ખાવાનો હોય છે. ફળને વચ્ચેથી કાપીને ચમચીથી એનો ગર કાઢી લઈ કટકા કરીને ખાઈ શકાય. સ્મૂધી બનાવીને કે યૉગર્ટ સાથે ટુકડા કરીને ખાઈ શકાય. પેરુ, ઑરેન્જ, ઍપલ કે અન્ય વેજિટેબલ્સ સાથે કૉમ્બિનેશન બનાવીને પણ લઈ શકાય. જોકે બને ત્યાં સુધી એને જમતી વખતે ન ખાવું. મેડિસિનની જેમ જ મિડ-મીલમાં સ્નૅક્સની જેમ લેવું જોઈએ. એનાથી જમરી પોષકતત્વો સરળતાથી લોહીમાં શોષાય છે. યસ, કોઈ પણ ચીજનો અતિરેક ઠીક નથી. રોજનું ૧૦૦થી ૨૦૦ ગ્રામ ડ્રેગન ફ્રૂટ પૂરતું છે.